પૈન ઇંડિયા સુપરસ્ટાર પ્રભાસ હાલ પોતાની મોટા બજેટની ફિલ્મ ‘પ્રોજેકટ કે’ પર જોર-શોરથી કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. પ્રભાસ ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને દિશા પટ્ટણી પ્રમુખ ભૂમિકાઓમાં જોવા મળશે.
આ ફિલ્મ ગયા વર્ષથી નિર્માણ પામતી હતી. પહેલા આ ફિલ્મને વર્ષ 2022માં રિલીઝ કરવાની મેકરની યોજના હતી પરંતુ મોટા સ્તર પરના ફિલ્માંકનને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટને બદલાવી પડી. વૈજંતી મૂવીના નિર્માતા સી અશ્વિની દત્તે ફિલ્મની તારીખને લઈને અપડેટ આપી છે.
‘સીતા રામમ’ના પ્રચાર દરમિયાન એમણે ખુલાસો કર્યો હતો કે, ‘તેઓ તારીખ 18 ઓકટોબર,2023ના રોજ મોટા સ્તર પર ફિલ્મને રિલીઝ કરવાની યોજના કરી રહ્યા છે. જો આ નક્કી કરેલી તારીખ પર ફિલ્મ રિલીઝ થઈ ન શકી તો પછી આ ફિલ્મને 2024માં રિલીઝ કરવામાં આવશે. અશ્વિનીએ કહ્યું હતું કે, ‘પ્રોજેકટ કે’નું શૂટિંગ 2023 સુધીમાં પૂરું થઈ જશે. પોસ્ટ પ્રોડકશનમાં ઓછામાં ઓછો આઠ મહિનાનો સમય લાગશે. નિર્માતાએ આગળ કહ્યું હતું કે, ‘પ્રોજેકટ કે’ એક ‘એવેન્જર્સ’ જેવી જ ફિલ્મ હશે. પ્રભાસ અને અમિતાભને આ અવતારમાં લોકોએ અગાઉ કયારેય નહીં જોયા હોય. આ ફિલ્મને ચીન, અમેરિકા અને આંતરાષ્ટ્રીય બજારમાં રિલીઝ કરવાનું લક્ષ્ય છે’
આ ફિલ્મ ઉપરાંત પ્રભાસ નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળવાના છે. જે 12 જાન્યુઆરી,2023ના રોજ રિલીઝ થવાની છે. આ સાથે તેઓ બીજી એક મોટા બજેટની ફિલ્મ ‘સાલાર’માં જોવા મળવાના છે. આ ફિલ્મનું નિર્દેશન કેજીએપ ફેમ પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે.