નેવુના દાયકામાં પોતાના ગીતોથી લોકપ્રિય થયેલા અદનાન સામીએ ઇંડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મેળવી છે. પોતાના ટ્રાંસફોર્મેશનને લઈને ચર્ચામાં રહેનાર સિંગર કેટલાક સમયથી પોતાની પોસ્ટને લઈને ચર્ચામાં છે. અદનાન સામીએ પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પરથી બધી જ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. આ પછી એક પોસ્ટ શેર કરી હતી જેમાં અલવિદા લખ્યું હતું. લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે અદનાન સામીએ સોશિયલ મીડિયા પરથી વિદાય લીધી છે. આ પગલું ભરવા પાછળ ચાહકો જાતજાતના અનુમાનો લગાવી રહ્યા હતા.
જોકે પોસ્ટ ડિલીટ કરીને અલવિદા કહેવું એ પોતાના અપકમિંગ સૉન્ગના પ્રમોશન માટેનો એક ભાગ હતો. અદનાન સામીએ આની જાણકારી આપી હતી. અદનાને પોતાના નવા ગીતનો ટીઝર વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, ‘તેઓ જલ્દી પોતાના નવા ગીત અલવિદા સાથે વાપસી કરી રહ્યા છે’. અદનાન સામીનું આ ગીત રિલીઝ થઈ ગયું છે.
View this post on Instagram
બે વર્ષ બાદ અદનાન સામીનું પહેલું ગીત રિલીઝ થયું છે. આ નવું ગીત એક સેડ સોંગ છે. બહેતરીન મ્યુઝિક અને કૌસર મુનીરના સુંદર શબ્દોવાળુ આ ગીત અદનાન સામીના અવાજમાં વધારે ખૂબસૂરત બની ગયું છે. આ ગીતની રિલીઝ થતા જ દર્શકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. સારેગામા મ્યુઝિક દ્વારા આ ગીતને પોતાની યુટયુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને અત્યાર સુધી 54 હજાર જેટલા લોકો માણી ચૂકયા છે.
આ ગીતની એક વીડિયો ક્લિપ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરતા અદનાન સામીએ કૈપ્શનમાં લખ્યું હતું કે, ‘આખરે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે અને અમે આનાથી વધારે ઉત્સાહિત થઈ શકીએ એમ નથી’. આ ગીતમાં અદનાન સામીનો એ જ જૂનો અંદાજ જોવા મળી રહ્યો છે. ગીતમાં અદનાન સામીની સાથએ સારા ખત્રી પણ સ્ક્રીન શેર કરતી જોવા મળી રહી છે. રિતીકા બજાજ નિર્દેશિત આ ગીત સારેગામા મ્યુઝિકના યુટયુબ ચેનલ અને અન્ય પ્રમુખ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.