બૉલિવુડ ઇંડસ્ટ્રીના સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો લેટર મળ્યો હતો. આ પછી એમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હવે સલમાન ખાન મુંબઈ પોલિસ કમિશ્નરને મળ્યા છે અને સેલ્ફ પ્રોટેકશન માટે ગન લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે.
સલમાન ખાને શુક્રવારે મુંબઈ પોલિસ કમિશ્નર વિવેક ફણસાલકરની સાઉથ મુંબઈ સ્થિત આવેલી ઓફિસે મુલાકાત લીધી હતી. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સલમાન ખાન લગભગ ચાર કલાકે મુંબઈ પોલિસ હેડકવાર્ટર પહોંચ્યા હતા અને વિવેક ફણસાલકરને મળ્યા હતા.
#WATCH | Maharashtra: Actor Salman Khan leaves from the office of Mumbai Commissioner of Police Vivek Phansalkar pic.twitter.com/1NsJ2T375a
— ANI (@ANI) July 22, 2022
સલમાન ખાને જોઈન્ટ પોલીસ કમિશ્નર વિશ્વાસ નાંગરે પાટિલ સાથે પણ મુલાકાત કરી હતી. ન્યૂઝ એજેન્સી એએનઆઈના ટવીટ મુજબ ‘મુંબઈ પોલીસે જણાવ્યું છે કે સલમાન ખાનને ધમકીનો લેટર મળ્યા બાદ મુંબઈ પોલિસ કમિશ્નર ઓફિસમાં સેલ્ફ પ્રોટેકશન માટે વેપન લાઈસન્સ માટે એપ્લાય કર્યું છે.
સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને તારીખ 5 જૂનના રોજ ધમકીનો પત્ર મળ્યો હતો. આ પત્ર સલીમ ખાનના ગાર્ડને મળ્યો હતો. મિડીયા રિપોર્ટસ પ્રમાણે સલમાન ખાન અને સલીમ ખાનને ધમકી આપતા આ પત્રમાં લખ્યું હતું કે, એમની હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી કરી નાખવામાં આવશે.’
સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો તેઓ ફિલ્મ ‘ટાઈગર ૩’માં કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં પૂજા હેગડે સાથે જોવા મળશે. સલમાન ખાન છેલ્લે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’માં જોવા મળ્યા હતા.