Homeરાષ્ટ્રીયસંસદભવન પરના અશોકસ્તંભનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

સંસદભવન પરના અશોકસ્તંભનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

અશોકસ્તંભ પરની આકૃતિઓ વ્યવસ્થિત કરવા માગણી કરાઈ

સેન્ટ્રલ વિસ્તા ખાતેના નવા સંસદભવન પરના અશોકસ્તંભનું પ્રધાનમંત્રી મોદીએ હજુ હાલમાં જ અનાવરણ કર્યું છે, ત્યારે તેની ડિઝાઇન માટેનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, નવા બનેલા અશોકસ્તંભની ડિઝાઇન અધિનિયમ 2005નું ઉલ્લંઘન કરનારી છે.

સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કહેવામાં માગણી કરવામાં આવી છે કે, ખુલ્લા મોંવાળા સિંહની આકૃતિ યોગ્ય કરવામાં આવે. દેશની ઓળખ અશોકસ્તંભની ડિઝાઇન રાષ્ટ્ર ભાવનાને ઠેસ પહોંચાડનારી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ રાષ્ટ્રીય ચિહ્નને બદલી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને તુરંત બદલવાની માગણી કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ અંગે જણાવ્યું કે, સારનાથમાં સ્થાપિત અશોક સ્તંભ પરથી ભારતીય ચિહ્નને લેવામાં આવ્યું છે, ત્યારે આ ચિહ્નમાં ફેરફાર રાષ્ટ્રીય ચિહ્નના અપમાનરૂપ ગણી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments