Homeગુજરાતખાનગી શાળાઓની ફી અંગે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણયઃ શાળાઓ વધારી શકે ફી

ખાનગી શાળાઓની ફી અંગે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણયઃ શાળાઓ વધારી શકે ફી

હાઈકોર્ટે શાળાઓને ટાંકી કહ્યું, સુવિધા મુજબ ફી વધારો, પરંતુ અતિશય નહીં

ખાનગી શિક્ષણ વ્યવસ્થા અને તેની ફીથી સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ઊઠ્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે આજે આપેલો નિર્ણય સામાન્ય માણસની ચિંતામાં વધારો કરનારો છે. આજે ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાઓની ફી અંગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓની ફી વધારી શકે છે, પરંતુ ફી મસમોટી ન વસૂલવામાં આવે કે જેથી કરીને સામાન્ય માણસની કમર ભાંગી જાય.

હાઇકોર્ટે ચુકાદો આપતાં વધુમાં કહ્યું કે, ખાનગી શાળાઓ નફાખોરી માટેની જગ્યા નથી. ખાનગી શાળાઓને શાળા પ્રવેશ, સત્ર ફી અને ટ્યૂશન ફી લેવાની મંજૂરી છે, તદ્ઉપરાંત ડેવલપમેન્ટ માટેની કોસ્ટ ફી જ શાળા વસૂલી શકે છે.

ઉલ્લેખનીય છે કે ખાનગી શાળામાં ભણતાં બાળકોનાં વાલી સ્કૂલ ફીમાં ખૂબ વધારો થયો હોવા અંગે લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા અને હાઇકોર્ટના દ્વારે ગયાં હતાં, તે તબક્કે હાઇકોર્ટ તરફથી આપવામાં આવેલો આ નિર્ણય ખાનગી શાળાઓ માટે રાહતરૂપ અને વાલીઓ માટે કમરતોડ સાબિત થયો હોવાનું લોકો કહી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments