Homeટોપ સ્ટોરીઝઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ બુંદેલખંડ એક્સપ્રેસ-વે પર ઠેર ઠેર ખાડા

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ બુંદેલખંડ એક્સપ્રેસ-વે પર ઠેર ઠેર ખાડા

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ બુંદેલખંડ એક્સપ્રેસ-વે પર ઠેર ઠેર ખાડા

  • અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવ્યો હતો બુંદેલખંડ એક્સપ્રેસ-વે
  • 16 જુલાઈના રોજ જાલૌન જિલ્લાના કેથેરી ખાતે કર્યું હતું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન
  • ગઈકાલે સાંજના થયેલ વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ઠેર-ઠેર ખાડા પડ્યા
  • બુંદેલખંડ એક્સપ્રેસ વે પર છિરિયા-સલેમપુર પાસે રોડ તુટ્યો

હજુ પાંચ દિવસ પહેલા જ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ-વે પર ખાડા પડતા તેની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. આપને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે, બુંદેલખંડ એક્સપ્રેસ-વે પર તેના ઉદ્ઘાટનના 5 દિવસમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈના રોજ જાલૌન જિલ્લાના કેથેરી ખાતે કર્યું હતું. ત્યારે આ જ બુંદેલખંડ એક્સપ્રેસ-વેની વાસ્તવિકતા થોડા દિવસોમાં જ સામે આવી છે. ગઈકાલે સાંજના વરસાદની વચ્ચે બુંદેલખંડ એક્સપ્રેસ વે પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે અનેક મોટી દુર્ઘટના થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. જો કે આ બાબતે તંત્રનું ધ્યાન ખેચાતા તાત્કાલિક ધોરણે એક્સપ્રેસ-વે પર સમારકામ શરુ કરી દેવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે બુંદેલખંડને નવી ઓળખ આપવા માટે બુંદેલખંડ એક્સપ્રેસ-વે બનાવવામાં આવ્યો છે. આ બુંદેલખંડ એક્સપ્રેસ ચિત્રકૂટના ભરતકુપથી શરૂ થાય છે અને ઇટાવાના કુદરેલ ખાતે મળે છે. ગત 16 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું પ્રચાર સાથે ઉદ્ઘાટન કર્યું હતું. બુંદેલખંડ એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન બાદ તેના પર વાહનો દોડવા લાગ્યા હતા. ત્યારે હવે એક્સપ્રેસ-વેની ગુણવત્તા સામે આવી છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બુંદેલખંડ એક્સપ્રેસ-વે છિરિયા-સલેમપુર પાસે રોડ તૂટી પડ્યો હતો, જેના કારણે ગઈકાલે રાત્રે બે કાર અને એક બાઇક અથડાયા હતા. મુસાફરોએ તેનો વિડીયો પણ બનાવ્યો અને વાયરલ પણ કર્યો હતો. આ સિવાય ઔરૈયા જિલ્લાના અજીતમલ પાસે પણ એક્સપ્રેસ-વે તૂટી ગયો છે. ઉદઘાટનના માત્ર 5 દિવસ બાદ જ એક્સપ્રેસ-વે તુટી જવાના કારણે તેની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ વહીવટી તંત્રમાં પણ હલચલ મચી જવા પામી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments