Homeઆંતરરાષ્ટ્રીયફરી એકવાર ચીનની અવળ ચંડાઇ: ડોકલામમાં બનાવ્યું ચાઇનીઝ ગામ

ફરી એકવાર ચીનની અવળ ચંડાઇ: ડોકલામમાં બનાવ્યું ચાઇનીઝ ગામ

ડોકલામમાં ભુતાનની બાજુએ ચાઇનીઝ ગામની તસ્વીર ઉભરીને આવી છે. આ વિસ્તારને ભારતના વ્યૂહાત્મક હિતને ધ્યાનમાં રાખતા અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

ફરી એકવાર ચીનની અવળચંડાઇ: ડોકલામમાં બનાવ્યું ચાઇનીઝ ગામ

  • ડોકલામમાં ચાઇનીઝ ગામની નવી સેટેલાઇટ તસ્વીર ઉભરીને સામે આવી
  • મેક્સારે સ્પેસ ટેકનોલોજી અને ઇન્ટેલિજન્સની તસવીરો સામે આવી
  • આ ગામ સંપૂર્ણપણે વસાવાઈ ચુક્યું છે
  • તસવીરમાં ગામના ઘરોની બહાર ઉભેલી ગાડીઓ પણ તેમા દેખાય છે

અનેક શાંતિ મંત્રણાઓ બાદ પણ ચીન હજુ તેની અવળચંડાઇ છોડતું નથી, જેની પ્રત્યક્ષ સાબિતીરૂપ તસ્વીરો સામે આવી છે. આપને જણાવી દઈએ કે ડોકલામમાં ભુતાનની બાજુએ ચાઇનીઝ ગામની તસ્વીર ઉભરીને આવી છે. આ વિસ્તારને ભારતના વ્યૂહાત્મક હિતને ધ્યાનમાં રાખતા અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ડોકલામની ત્રિપક્ષીય સરહદમાં ભારત અને ચીન 73 દિવસ સુધી આમનેસામને રહ્યા હતા. ચીને આ વિસ્તારમાં ભૂતાનની સરહદની અંદર તેનો રસ્તો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભૂતાને આ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો હતો અને ચીન દ્વારા બનાવવામાં આવતા રોડ સામે વાંધો ઉઠાવ્યો હતો.

બીજી તરફ મેક્સારે તેની સ્પેસ ટેકનોલોજી અને ઇન્ટેલિજન્સ દ્વારા જણાવ્યું છે કે આ ગામ સંપૂર્ણપણે વસાવાઈ ચૂક્યુ છે અને ગામના ઘરોની બહાર ઉભેલી ગાડીઓ પણ તેમા દેખાય છે. આ ગામને પાછા બારમાસી રસતા વડે જોડવામાં આવ્યું છે. આમ આ ગામ તે ચીનની ભૂતાનમાં વ્યાપક પાયા પર જમીન કબ્જે કરવાની નીતિનો હિસ્સો છે. આ રસ્તા દ્વારા ચીનને ડોકલામનું સીધુ એક્સેસ મળશે. જો કે આ નવી ઇમેજ અંગે લશ્કર તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સરકારે અગાઉ જણાવ્યું હતું કે તે સરહદ પરની બધી જ પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખી રહી છે. ચીને ભારત સાથે જોડતી સરહદ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતું કામકાજ વેગવંતુ બનાવ્યું છે. તેમા પૂર્વી લદ્દાખમાં  વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં ચાઇનીઝ પીપલ્સ આર્મી અને ભારતીય લશ્કર અઢી વર્ષ સુધી આમને-સામને રહ્યા હતા.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ભૂતાન અને ચીને તેમના સરહદના વિવાદને ઉકેલવા માટે ત્રણ વર્ષનો રોડમેપ બનાવ્યો હતો. ભૂતાનની ચીન સાથે 400 કિલોમીટર લાંબી સરહદ છે. બંને દેશ વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા મંત્રણાના 24 રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. બંને કંપનીઓએ એક્સ્પર્ટ ગ્રુપ લેવલે દસ રાઉન્ડ મંત્રણા કરી છે. ભારતના સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખતા ડોકલામ વિસ્તાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

ભારત અને ચીન વચ્ચે 2017માં ડોકલામ ખાતે સરહદી વિવાદ થયો હતો. તેના પગલે પરમાણુ શસ્ત્રોથી સજ્જ બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની સંભાવના છેડાઈ ગઈ હતી. ભુતાને જણાવ્યું હતું કે આ વિસ્તાર અમારો છે અને ભારતે તેને સમર્થન આપ્યું હતું. ભારતે ડોકલામમાં માર્ગ બાંધકામનો જોરદાર વિરોધ કર્યો હતો. તેના લીધે તેના સર્વગ્રાહી સુરક્ષા હિતો પર અસર પડતી હતી. ભારત-ચીન વચ્ચેનો આ સંઘર્ષ મંત્રણાના કેટલાક રાઉન્ડ બાદ ટળ્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments