Homeગુજરાતચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક ચલાવતા શખ્સને ઝડપી પાડતી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ

ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક ચલાવતા શખ્સને ઝડપી પાડતી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ

ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક ચલાવતા શખ્સને ઝડપી પાડતી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ

  • જામનગર સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા 
  • ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક ચલાવતો શખ્સ ઝડપાયો
  • ગાંધીનગરના દહેગામ ખાતેથી ઝડપાયો આ શખ્શ
  • 1600 ઉપરાંત ચાઈલ્ડ પોર્નગ્રાફીના વિડીયો મળી આવ્યા
  • ભારત, રશિયા, ફ્રાન્સ સહિતના દેશોના શખ્સો જોડાયેલ હોવાનું સામે આવ્યું

જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફને મોટી સફળતા મળી છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક ચલાવતા અને માત્ર દસ ધોરણ પાસ દહેગામના ડ્રાઇવરને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. તેમજ આ શખ્સના કબજામાં રહેલ 1600 ઉપરાંત બાળકોના એડલ્ટ વિડીયો આ ઉપરાંત પોતે તૈયાર કરેલ એક એપ્લિકેશન તેમજ પોતાના મોબાઈલ માંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડીયો મળી આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે સાયબર ક્રાઈમ જામનગરની વિશેષ સાયબર ટીમ સતત સાયબર સર્વેલેન્સમાં વોચ રાખી રહી હતી. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સાયબર સર્વેલેન્સમાં ફરજ બજાવતા પો.કોન્સ વિકીભાઈ હિરેનભાઈ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે વિવિધ પોર્નોગ્રાફીનું નેટવર્ક ચલાવતો એક ઇસમ ગાંધીનગરના દહેગામ ખાતે રહે છે. જેને લઈને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તાત્કાલિક આ ઇસમને દબોચી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલ ગાંધીનગર દહેગામના આ શખ્સનું ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ પાસેથી 1600 ઉપરાંત બાળકોના એડલ્ટ વિડીયો ઉપરાંત પોતે તૈયાર કરેલ એક એપ્લિકેશન તેમજ પોતાના મોબાઈલ માથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડીયો મળી આવ્યા છે.

જામનગર સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગાંધીનગરના દેહગામમાં રહેતો એક શખ્સ ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ધંધામાં સક્રિય થયો છે. આવી હકીકત બાતમીને આધારે સાઇબર ક્રાઇમના પીઆઇ પી.પી. ઝા સહિતના સ્ટાફે આ દિશામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ગાંધીનગર ખાતે ચીલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જી. જાડેજા તથા દહેગામ પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.કે. રાઠોડ તથા પીએસઆઈ એ.એલ. રાજપૂતનાઓની મદદ મેળવી કિશન પરમાર નામના શખ્સને પકડી પાડ્યો હતો.

આ શખ્સના કબજામાં રહેલ મોબાઈલમાંથી 1600 ઉપરાંત ચાઈલ્ડ પોર્નગ્રાફીના વિડીયો મળી આવ્યા હતા. જેને લઇને પોલીસે તેની વિધિવત પૂછપરછ કરી હતી. આપને જણાવી દઈએ કે માત્ર 10 ધોરણ સુધી ભણેલા આ શખ્સ યુ ટ્યુબમાંથી વીડિયો જોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગ્રાફીની એક એપ્લિકેશન બનાવી હતી. આ ઉપરાંત ચાર જેટલા આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા હતા. જેમાં ભારત ઉપરાંત રશિયા, ફ્રાન્સ સહિતના દેશોના શખ્સો જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આ શખ્શે ટેલિગ્રામ એપ્લિકેશનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની બોટ પણ બનાવી હતી. પોતે ચાઈલ્ડના એડલ્ટ વિડિઓ અપલોડ કરી વૈશ્વિક ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કામગીરી PI પી.પી. ઝા, PSI એ.આર. રાવલ, ASI ડી.જે. ભૂસા, સી.કે. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ વનાણી, રાજેશભાઈ પરમાર, WPC રંજનાબેન વાઘ, LRPC રાહુલ મકવાણા, વિકીભાઈ ઝાલા, RPC જેસાભાઈ ડાંગર, કલ્પેશભાઈ મૈયડ, પૂજાબેન ધોળકિયા,WLR નીલમબેન સિસોદીયા, ગીતાબેન હીરાણી, અલકાબેન કરમુર દ્વારા કરવામાં આવેલ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments