Homeગુજરાતજૂનાગઢમાં વરસાદ બાદ રોગચાળો ફેલાવાની વકી, તંત્ર એલર્ટ

જૂનાગઢમાં વરસાદ બાદ રોગચાળો ફેલાવાની વકી, તંત્ર એલર્ટ

તંત્રએ સાફસફાઈ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરી

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ સાર્વત્રિક ગંદકીના ઢગ ખડકાયા છે. આ સ્થિતિના પગલે સમગ્ર જિલ્લામાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે. રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપ તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે અને મચ્છકોના ઉપદ્રવને રોકવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.


સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, તો સાથોસાથ તંત્ર દ્વારા ગંદકીના ઢગ ખસેડવા અને ખાડાને ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો અનેક સ્થળે મચ્છરના ઉપદ્રવને રોકવા પોરાભક્ષક માછલીઓ પાણીમાં નાખવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે, જેના કારણે મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાના અનેક માર્ગો ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે, જે અંગે પણ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments