Homeગુજરાતયુએસનિવાસી મિગલાણી બંધુઓ દ્વારા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીન દાન

યુએસનિવાસી મિગલાણી બંધુઓ દ્વારા અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીન દાન

અમેરિકાનિવાસી અશોકભાઈ અને તેમના ભાઈ સત્પાલભાઈ મિગલાણીએ તેમનાં માતૃશ્રીની સ્મૃતિમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. ૩૬ લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન દાન કર્યું છે.

અમદાવાદઃ અમેરિકાનિવાસી અશોકભાઈ અને તેમના ભાઈ સત્પાલભાઈ મિગલાણીએ તેમનાં મતૃશ્રીની સ્મૃતિમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રૂ. ૩૬ લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન દાન કર્યું છે. અશોકભાઈ અને સત્પાલભાઈ અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓ છે અને હાલમાં અમેરિકામાં વસે છે. અમેરિકાની જ એલ્યુમ્ની એસોસિએશનના માધ્યમથી બંને બંધુઓએ આ મશીનનું દાન કર્યું છે.

મિગલાણી બંધુઓએ આ ડિજિટલ એક્સ-રે મશીન દાન કરતાં કુલ રૂ. ૧.૦૮ કરોડનાં ૩ ડિજિટલ  એક્સ-રે મશીન સિવિલ હૉસ્પિટલમાં કાર્યરત કરવામાં આવ્યાં છે.

મિગલાણી બંધુઓ, જે. એમ. ફાઈનાન્સ લિ. કંપની અને અન્ય સિવિલ હોસ્પિટલમાં પૂર્વ વિદ્યાર્થીઓનાં દાન થકી રૂ. ૧.૦૮ કરોડનાં ૩ નવીન ડિજિટલ એક્સ-રે મશીન સિવિલ હોસ્પિટલનાં ઓ.પી.ડી, ટ્રોમા સેન્ટર અને G-1માં કાર્યરત થયાં છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, ડોનેશનમાં મળેલા નવીન અત્યાધુનિક ડિજિટલ એક્સ રે મશીનને સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી., ટ્રોમા સેન્ટર અને જી-1 એક્સ રે સેન્ટરમાં કાર્યરત કરી દેવામાં આવ્યાં છે. આ મશીન દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આધુનિક કક્ષાની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવી મદદરૂપ બની રહી છે જે સરાહનીય છે.

મિગલાણી બંધુઓએ ડિજિટલ એક્સ-રે મશીન દાન કરતાં જણાવ્યું હતું કે, આ મશીન સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉમદા હેતુથી અમરા માતૃશ્રીની સ્મૃતિમાં દાન કરવામાં આવ્યા છે. જેથી દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.

રાજેશ જોષીએ જણાવ્યું કે, એક્સ-રે રિપોર્ટ જરૂરી હોય એવા દર્દીઓનો ધસારો જોતાં નવીન એક્સ-રે મશીન કાર્યરત થવાથી દર્દીઓને ત્વરિત પરિમાણ ઉપલબ્ધ બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments