Homeફિચર્સફિલ્મ ’રોકી ઔર રાની કી પ્રેમકહાની’ની રિલીઝ ડેટમાં બદલાવ

ફિલ્મ ’રોકી ઔર રાની કી પ્રેમકહાની’ની રિલીઝ ડેટમાં બદલાવ

રિપોર્ટ મુજબ, આલિયા ભટ્ટની પ્રેગ્નેંસીને ધ્યાનમાં લેતા કરણે ફિલ્મના મહત્વના સીકવન્સનું શૂટિંગ શેડયુઅલમાં ફેરફાર કર્યો છે. શૂટિંગમાં મોડુ થવાના કારણે રિલીઝ તારીખમાં ફેરફાર થયો છે.

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મની ચાહતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું છે. કરણ જોહર આ ફિલ્મને લગતી બાબતોથી ચાહકોને અવગત રાખે છે. ચાહકો પણ આ ફિલ્મને લઈને આતુર છે ત્યારે આ ફિલ્મને લઈને ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. આલિયા અને રણવીર સિંહની આ ફિલ્મ 10 ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે રિલીઝ ડેટ બદલવામાં આવી છે.

મીડિયા રિપોર્ટસના દાવા પ્રમાણે મેકર્સ દ્વારા આ ફિલ્મની રિલીઝ ડેટને બદલી નાખવામાં આવી છે. રિપોર્ટ મુજબ, આલિયા ભટ્ટની પ્રેગ્નેંસીને ધ્યાનમાં લેતા કરણે ફિલ્મના મહત્વના સીકવન્સનું શૂટિંગ શેડયુઅલમાં ફેરફાર કર્યો છે. ઓગષ્ટમાં શૂટ થનારા આ સીન આલિયાની ડિલીવરી બાદ શૂટ કરવામાં આવશે. શૂટિંગમાં મોડુ થવાના કારણે રિલીઝ તારીખમાં ફેરફાર થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments