Homeગુજરાતભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકાર સાથે મોદી અને અમિત શાહ

ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકાર સાથે મોદી અને અમિત શાહ

રેસ્ક્યુ માટે કેન્દ્ર સરકારે બે ખાસ હેલીકોપ્ટર મોકલ્યા

ગાંધીનગરઃ ભારે વરસાદને પગલે ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે 14 જુલાઈ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારે વરસાદમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે બે ખાસ હેલીકોપ્ટર મોકલી આપ્યા છે.

રાજ્યમાં 15 જુલાઈ શુક્રવારે સવારે બે એરફોર્સ ચોપર્સ અને એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહ્યાં છે. એમ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે માહિતી આપી હતી.

પાટીલે ટ્વીટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સતત ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અને ઉમેર્યું હતું કે વિનંતી પર અમિત શાહે બે એરફોર્સ શોપર્સ અને NDRF ટીમની વ્યવસ્થા કરી છે જે આજથી એટલે કે, 15 જુલાઈ સવારથી રાજ્યમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

પાટીલે ઉમેર્યું હતું કે, પીએમ મોદી ગુજરાતમાં અતિશય વરસાદ પછીની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટેલિફોનિક સૂચનાઓ પણ આપી છે.

પાટીલે એમ પણ ઉમેર્યું હતું કે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે તેમને કોઈપણ કટોકટીની સ્થિતિમાં અડધી રાત્રે પણ તેમનો સંપર્ક કરવા કહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી પ્રભાવિત રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાણી ભરાઈ જવાને કારણે ઘરમાં ફસાયેલા લોકોને રાહત સામગ્રી આપવામાં આવી છે.

ખાસ કરીને નવસારી જિલ્લાની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રીએ 14 જુલાઈ ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે નવસારી અને વલસાડના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી અને રાહત કાર્ય અને બચાવ કામગીરીની વિગતો માંગી હતી.

તેમણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા, રસ્તાઓ અને ધોરીમાર્ગો ખોલવા અને NDRF દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી લીધી એમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.

નવસારી જિલ્લાના કાવેરી નદી પાસેના ગોલવડ અને ફડવેલ ગામના સ્થાનિકો કાવેરી નદીના કિનારે અચાનક પૂરના કારણે ફસાયા હતા.

શહેરમાં વરસાદ ચાલુ હોવાથી અમદાવાદના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના વેજલપુર અને શ્રીનંદ નગરમાં પાણી ભરાયા હતા.

ગુજરાતના વલસાડ જિલ્લામાં પ્રવર્તતી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 350 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) નિલેશ કુકડિયાએ 13 જુલાઈ બુધવારે જણાવ્યું કે અહીં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી અમે લોકોને સલામત સ્થળોએ જવા માટે અપીલ કરી છે. અમે લોકોને આશ્રય ગૃહોની સુવિધાનો પણ લાભ આપ્યો છે.

વલસાડ જિલ્લાના દમણ ગંગા નદી પરના મધુબન ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું કારણ કે, આ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સતત અસર થઈ રહી હતી.

કોસ્ટ ગાર્ડે 14 જુલાઈ ગુરુવારે નવસારીના તોરણ ગામમાં ભારે વરસાદ બાદ ફસાયેલી બે મહિલાઓ અને એક બાળકને બચાવી લીધું હતું. ગુજરાતના ઘણા ભાગોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહિલા અને બાળકને તરત જ એરક્રાફ્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ પહેલા 12 જુલાઈ મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને મળ્યા હતા. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગુજરાતના મુખ્ય પ્રધાન પટેલને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. કારણ કે ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત વહીવટીતંત્ર, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અસરગ્રસ્ત લોકોને ઝડપી મદદ પહોંચાડવામાં રોકાયેલા છે, એમ ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતની સ્થિતિ અચાનક પૂરના કારણે થઈ છે. રાજ્યમાં માત્ર ચાર કલાકમાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે. લોકો હવે આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments