મેષઃ
તમારા સ્વાસ્થ્યમાં સુધારા અંગે ધ્યાન આપી શકો. નાણાકીય રીતે તમારો દિવસ સારો રહેશે, પરંતુ નકામા ખર્ચ કરતાં બચવું. લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકો. કેટલાક માટે આકર્ષણ થઈ શકે. તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે.
વૃષભઃ
લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળવાની શક્યતા છે. ઘરને લગતું રોકાણ ફાયદાકારક રહેશે. વધારાનો સમય બાળકો સાથે વિતાવવો જોઈએ. પ્રવાસને લગતી યોજના મુલતવી રહી શકે. લાંબા સમય બાદ જીવનસાથી સાથે શાંતિપૂર્ણ દિવસ વીતાવશો.
મિથુનઃ
આજે આપને ઘણી ખુશીઓ પ્રાપ્ત થઈ શકે છે. વૃષભ રાશિના જાતકોને ધનલાભ થવાની પૂરી શક્યતા છે. તમારા દ્વારા આપેલું ધન પાછું આવી શકે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. ખૂબ જ વ્યસ્તતામાંથી સમય મળી શકે છે.
કર્કઃ
આજે આપનો દિવસ મોજમજામાં વિતાવશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. અણધાર્યા શુભ સમાચાર તમારો ઉત્સાહ વધારશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ.
સિંહઃ
તમારો દિવસ ખુશમિજાજ જશે. હાજર ન હોય તેવી વ્યક્તિનો ખાલીપો વર્તાશે. ઘરના વાતાવરણમાં અનુકૂળ ફેરફાર થશે. આજે તમને ખાલી સમય મળવાની શક્યતા છે. છે. વ્યર્થ બાબતો અંગે ઉદાસી આવી શકે.
કન્યાઃ
આજના દિવસે તબિયત સાચવવી. પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું. પ્રદૂષણથી આંખોને વધુ નુકસાન થઈ શકે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક ટાળવો. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોત્રથી ધનલાભ થઈ શકે.
તુલાઃ
તુલા રાશિના જાતકોએ લાંબી મુસાફરી ટાળવી, મુસાફરીમાં કોઈ વિઘ્ન આવી શકે અથવા તબિયત ખરાબ થઈ શકે. તમારા ભૂતકાળનાં રહસ્ય જાણીને કોઈ તમારા જીવનસાથીને ઠેસ પહોંચાડી શકે. જૂના મિત્રોનો સંપર્ક થતાં આનંદિત થવાશે.
વૃશ્ચિકઃ
ગર્ભવતી સ્ત્રીઓ પોતાની ખાસ સંભાળ લેવી. આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોની વ્યસ્તતામાંથી આજે તમે સમય કાઢી શકશો. જીવનસાથી વચ્ચેનો તણાવ વધી શકે, મનને શાંત રાખવું.
ધનઃ
વ્યસનથી મુક્ત થવા માટે આજનો દિવસ શુભ છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારોમાં તમને લાભ થઈ શકે. મિત્રનો કોઈ વ્યવહાર તમને ખોટું લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે. ધન રાશિનાં બાળકોને રમતાં રમતાં ઇજા થઈ શકે.
મકરઃ
મકર રાશિના જાતકોએ ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવું. લાગણી સંબંધિત બિનજરૂરી તણાવ આવી શકે. રોમાંચક સ્થિતિના અંતે આર્થિક લાભ થઈ શકે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકોએ એક હદ કરતાં વધુ શ્રમ ન કરવો. લાંબા ગાળા માટે કરેલું શેરબજારમાં રોકાણ ફળદાયી રહેશે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે.
મીનઃ
આજનો મીન રાશિના જાતકોનો દિવસ હાસ્યથી ભરેલો અને ધારણા મુજબ રહેશે. તમારી પાસે નાણાં પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે. ઘરને લગતી ફરજો અવશ્ય પૂરી કરશો, તેમ ન કરતાં કુટુંબીજન નારાજ થઈ શકે.