Homeફિચર્સ‘શોમાં સેલિબ્રિટીઝે જે કમેન્ટ કરી હોય એને મેં ઘણી વાર એડિટ પણ...

‘શોમાં સેલિબ્રિટીઝે જે કમેન્ટ કરી હોય એને મેં ઘણી વાર એડિટ પણ કરી છે’: કરણ જૌહર

’શોમાં સેલિબ્રિટીઝે જે કમેન્ટ કરી હોય એને ટેલિકાસ્ટ કરતાં પહેલાં મેં ઘણી વાર એડિટ પણ કરી છે જેથી તેઓ મુશ્કેલીમાં ન મુકાય’: કરણ જૌહર

કરણ જૌહરનો શો ‘કોફી વીથ કરણ સીઝન 7’ ચર્ચામાં છે. આ સીઝનની શરુઆત રણવીરસિંહ અને આલિયા ભટ્ટે કરી હતી. હવે બીજા એપિસોડમાં જહાનવી કપૂર અને સારા અલી ખાન જોવા મળવાના છે. જોકે કરણનો શો ઘણીવાર વિવાદનો વિષય બને છે. સોનમકપૂર આહુજા તેમજ ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલનો શો વિવાદમાં ફસાયો હતો. શોની હજી સાતમી સીઝન ચાલી રહી છે. કરણ જોહર ઘણી વાર સેલિબ્રિટીઝને તેમની કમેન્ટને કારણે સમાધાન કરાવતો પણ જોવા મળ્યો છે.

વિશે વાત કરતાં કરણ જોહરે કહ્યું હતું કે ઘણી વાર રૅપિડ ફાયર રાઉન્ડ બાદ મારે બે જણની વચ્ચે પડીને સમાધાન કરાવવું પડે છે. મને યાદ છે કે સોનમ અને દીપિકા પાદુકોણ જ્યારે શો પર આવ્યાં ત્યારે તેમણે કેટલીક વિવાદાસ્પદ વાતો કરી હતી. આ માટે રિશી કપૂરજી ઘણા અપસેટ હતા. મારે વચ્ચે પડીને તેમની વચ્ચે બધું બરાબર કરવું પડ્યું હતું. મારો શો બૅન પણ થયો છે અને ઑફ ઍર પણ થયો છે, જેનું મને ઘણું દુઃખ પણ થયું હતું. શોમાં સેલિબ્રિટીઝે જે કમેન્ટ કરી હોય એને ટેલિકાસ્ટ કરતાં પહેલાં મેં ઘણી વાર એડિટ પણ કરી છે જેથી તેઓ મુશ્કેલીમાં મુકાય. ઘણી વાર ઍક્ટર્સ મને ડાયરેક્ટ કૉલ કરે છે અને જેતે કમેન્ટને ડિલીટ કરવા પણ કહે છે. મેં એવું પણ કર્યું છે, કારણ કે મારા માટે તમામ કરતાં રિલેશન વધુ મહત્વના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments