Homeટોપ સ્ટોરીઝબાળકોને શાળામાં ભગવદ્ ગીતા ભણાવવાના નિર્ણય સામે હાઇકોર્ટનો સ્ટે

બાળકોને શાળામાં ભગવદ્ ગીતા ભણાવવાના નિર્ણય સામે હાઇકોર્ટનો સ્ટે

રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને હાઇકોર્ટની નોટિસ

અમદાવાદઃ શાળાઓમાં બાળકોને ભગવદ્ ગીતા ભણાવવા અંગેના રાજય સરકારના નિર્ણયને જાહેરહિતની રિટ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસો જારી કરી છે. અરજદારપક્ષ તરફથી શાળામાં અભ્યાસમાં ભગવદ્ ગીતા ભણાવવા અંગેના નિર્ણય સામે વચગાળાનો સ્ટે આપવાની માંગણી કરાઇ હતી, જો કે, હાઇકોર્ટે અરજદારપક્ષની સ્ટેની માંગણી ધરાર ફગાવી દીધી હતી.

ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-6થી 8માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ભણાવવા અંગેના રાજય સરકારના તા.17-3-2022ના ઠરાવ સામે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં અરજદારપક્ષ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, શાળાઓમાં ભગવદ્ ગીતા અભ્યાસમાં સામેલ કરવાનો સરકારનો નિર્ણય નેશનલ એજ્યુકેશન પોલિસીની વિરુધ્ધનો છે. શાળાકીય અભ્યાસમાં બાળકોનું ઘડતર અને શિક્ષણ કોઈ ધર્મને અનુલક્ષીને નહી પરંતુ સર્વધર્મ સમભાવ પ્રકારનું અને સર્વગ્રાહી હોવું જોઇએ. સરકારનો ઉપરોક્ત નિર્ણય કોઇ ધર્મને અનુલક્ષીને કરાયો હોય તેમ જણાય છે અને તેનાથી ભારતીય બંધારણ અને તેની જોગવાઇઓનો ભંગ થાય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે સરકારનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને ગેરબંધારણીય હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જોઇએ. અરજદારપક્ષ તરફથી આ વિષયના પુસ્તકો નક્કી થઇ જાય તે પહેલાં આ રિટ પેન્ડીંગ છે ત્યાં સુધી સરકારના ભગવદ્ ગીતા ભણાવવાના નિર્ણય સામે વચગાળાનો સ્ટે આપવાની પણ માંગ કરાઇ હતી. જો કે, હાઇકોર્ટે તે ધરાર ફગાવી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments