Homeફિચર્સફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ લીના મણિમેકલાઈ પર સાધ્યુ નિશાન

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ લીના મણિમેકલાઈ પર સાધ્યુ નિશાન

વિવેક અગ્નિહોત્રીએ લીના મણિમેકલાઈના જૂના ટવીટને રિટવીટ કરીને નિશાન સાધતા લખ્યું હતું કે, ‘ શું કોઈ આ પાગલોને ખતમ કરી શકે છે?’ આ પછી વિવેકે ઘણા હસવાના અને ક્રેઝી ઈમોજી શેર કર્યા હતા.

દેવી કાલીના વિવાદિત પોસ્ટરને લઈને ચાલી રહેલો વિવાદ દિવસે-દિવસે વધતો જાય છે. ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. લીનાનું પૂતળુ બાળીને પણ લોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. દિલ્લીની એક અદાલતે લીનાને સમન્સ પાઠવીને 6 ઓગષ્ટના રોજ અદાલતમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

લીના મણિમેકલાઈ પર નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ કટાક્ષ કર્યો છે. લીનાએ એક ઇંટરવ્યૂ દરમિયાન તેની ફિલ્મ ‘કાલી’ના વિવાદિત પોસ્ટરનું સમર્થન કર્યું હતું. વિવેક અગ્નિહોત્રીએ લીના મણિમેકલાઈના જૂના ટ્વીટને રિટવીટ કરીને નિશાન સાધતા લખ્યું હતું કે, ‘ શું કોઈ આ પાગલોને ખતમ કરી શકે છે?’ આ પછી વિવેકે ઘણા હસવાના અને ક્રેઝી ઈમોજી શેર કર્યા હતા.

 વિવેક અગ્નિહોત્રીએ આ ટવીટ લીનાના એક જૂના ટવીટ પર કરી હતી જેમાં લીનાએ લખ્યું હતું, ‘મારી કાલી એક સ્વતંત્ર આત્મા છે. એ પિતૃસત્તા પર થૂંકે છે. એ હિંદુત્વને ખતમ કરે છે. એ પુંજીવાદને નષ્ટ કરે છે. એ પોતાના હજારો હાથોથી બધાયને ગળે લગાવે છે.’

લીનાએ પોસ્ટરમાં માત્ર કાલી માતાને સિગારેટ પીતા જ નથી બતાવ્યા પરંતુ તેમના હાથમાં એલજીબીટીકયૂનો ઝંડો પણ બતાવ્યો છે. જેને લઈને લોકોમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. લીના પર ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડવાનો આરોપ લગાડી લીનાની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ મામલે એફઆરઆઈ દાખલ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પરથી લીનાએ ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરની ટવીટ દૂર કરી નાખી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments