Homeઆંતરરાષ્ટ્રીયશ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર બેકાબૂ ભીડનો કબજો

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર બેકાબૂ ભીડનો કબજો

રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને ભાગવું પડ્યું

આર્થિક સંકટથી ઝઝુમતા શ્રીલંકાની સ્થિતિ બદથી બદતર બની રહી છે. શ્રીલંકાની સરકાર તેમની આ સ્થિતિને દૂર કરવામાં અસક્ષમ સાબિત થઈ રહી છે, તેવા તબક્કે શ્રીલંકાના નાગરિકો પણ આ સ્થિતિને પગલે બેકાબૂ બની રહ્યા છે.

શ્રીલંકાના આ આર્થિક સંકટથી ત્રસ્ત લોકો દ્વારા સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ પ્રદર્શનના ભાગરૂપે શનિવારે આ પ્રદર્શનકારીઓનું ટોળું રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસે પહોંચી ગયું હતું અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. ત્યાં સુધી કે સ્થિતિની ગંભીરતાને જોતાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને પોતાના ભવનથી ભાગવું પડ્યું હતું.

બેકાબૂ બનેલી ભીડે રાષ્ટ્રપતિ ભવન સિવાય સાંસદ રજિતા સેનારત્નેના નિવાસે પણ હુમલો કર્યો. આ અગાઉ પણ આર્થિક સંકટથી ત્રસ્ત ટોળાએ 11 મેએ તત્કાલીન પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેના નિવાસે હુમલો કર્યો હતો અને તેમને પણ પોતાનું નિવાસસ્થાન છોડીને ભાગી જવું પડ્યું હતું.

શ્રીલંકાના હાલના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે આ સ્થિતિની ગંભીરતાને જોતાં પાર્ટી નેતાઓ સાથે ચર્ચા કરવા આપાતકાલીન બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રીએ આ સિવાય સ્પીકરને સંસદનું સત્ર બોલાવવાની અપીલ કરી છે. શ્રીલંકા પોદુજાના પેરામુના એટલે કે SLPPના 16 સાંસદોએ એક પત્રમાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષને તુરંત રાજીનામું આપી દેવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માગણી સાથે આજે સરકાર વિરોધી રેલીનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ. આ અથડામણમાં 100થી વધુ પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે.

શનિવારે રેલી થવાઈ હોઈ શ્રીલંકામાં અનિશ્ચિત કાળનો કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં પોલીસ સિવાય સેનાને પણ હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. શ્રીલંકા પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે રાજધાની અને તેની આસપાસના વિસ્તારમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિને સત્તાથી હટાવવા શુક્રવારે કોલંબોમાં પ્રવેશન કર્યો હતો, જે બાદ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments