Homeગુજરાતઅમદાવાદમાં યોજાશે દેશની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન

અમદાવાદમાં યોજાશે દેશની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન

25 લાખ વિદ્યાર્થીઓ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેશે

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા એક મેગા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.  ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા જીતવાની રાજ્ય સરકારે સુવર્ણ તક આપી છે. અમદાવાદ ખાતે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાયન્સ સીટી અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરવામાં આવશે.

કોણ કોણ ભાગ લઇ શકે?

આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં રાજ્યના ધોરણ 9 થી 12, કોલેજ અને યુનિવર્સિટી સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. જેમાં વિજેતા થનારા ઉમેદવારને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા એમ ત્રણ સ્તરે આકર્ષક ઇનામ આપવામાં આવશે. આ સાથે ગુજરાત સરકા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ ક્વિઝ રોજે યોજાશે અને 15 અઠવાડિયા સુધી ચાલશે. જરૂરી નથી કે ભાગ લેનાર વ્યક્તિ વિદ્યાર્થી જ હોય કોઇ પણ વ્યક્તિ આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લઇ શકે છે.

વિજેતા ઉમેદવારને શું મળશે?

ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા ઉમેદવારોને ક્વિઝમાં પ્રતિ અઠવાડિયે 252 તાલુકા – નગરપાલિકા તથા 170 વોર્ડના વિજેતા ઉમેદવારોને રૂ. 1.60 કરોડના ઈનામો મળી કુલ 15 અઠવાડિયાના આશરે રૂ. 25 કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે. જે સ્પર્ધકો ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા જાહેર થશે તેને ત્રણ દિવસનો પ્રવાસ કરાવવામાં આવશે. જેમાં વિજેતાને ભારતનાં પ્રવાસન સ્થળો, યાત્રાધામ અને ઉદ્યોગ ગૃહોની મુલાકાત કરાવવામાં આવશે. કોમ્પિટિશનમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. પહેલા તબક્કામાં તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ ઓનલાઇન ક્વિઝ યોજાશે તથા બીજા તબક્કામાં જિલ્લા – મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્યકક્ષાએ યોજાશે.

ક્વિઝમાં કેવા પ્રશ્નો હશે?

ક્વિઝમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાના ઉદ્દેશ્યો તથા લાભાર્થીઓ, સરકારની સિદ્ધિઓ સહિતના પ્રશ્નોને ક્વિઝમાં સામેલ કરવામાં આવ્યા છે. આ માટે પ્રશ્નબેંક સ્ક્રૂટિની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી શરૂ થઈ શુક્રવારે સમાપ્ત થશે, જ્યારે દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments