રેલવે દ્વારા અનેક મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચની સુવિધા શરૂ કરાઈ છે, ત્યારે કેટલીક લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં સિઝન ટિકિટ ધારકો (એમએસટી)ને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયની ટ્રેનોમાં મુસાફરી કરતા જણાશે તો તેને ટિકિટ વગરના ગણી તેમની પાસેથી નિયમ મુજબ ચાર્જ લેવામાં આવશે.
સિઝન ટિકિટધારકો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે
સોમનાથ – જબલપુર એક્સપ્રેસમાં રાજકોટ અને અમદાવાદ વચ્ચે, અમદાવાદ – ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં અમદાવાદ અને બરોડા વચ્ચે, બાંદ્રા ટર્મિનસ – ભાવનગર એક્સપ્રેસમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે, સાબરમતી – જોધપુર એક્સપ્રેસમાં સાબરમતી અને ભીલડી વચ્ચે, મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર એક્સપ્રેસમાં અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે., વલસાડ – અમદાવાદ એક્સપ્રેસમાં વલસાડ અને અમદાવાદ વચ્ચે, અમદાવાદ – સોમનાથ એક્સપ્રેસમાં અમદાવાદ અને સોમનાથ વચ્ચે, બાંદ્રા ટર્મિનસ – વેરાવળ એક્સપ્રેસમાં અમદાવાદ અને રાજકોટ વચ્ચે, ઓખા – પુરી એક્સપ્રેસમાં પશ્ચિમ રેલવેની હદમાં, અમદાવાદ – પુણે એક્સપ્રેસમાં પશ્ચિમ રેલવેની હદમાં, મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસમાં મુંબઈ – અમદાવાદ વચ્ચે, બાંદ્રા ટર્મિનસ – ભુજ એક્સપ્રેસમાં બાંદ્રા – ભુજ વચ્ચે, સાબરમતી – જોધપુર એક્સપ્રેસમાં પાલનપુર અને સાબરમતી વચ્ચે, જોધપુર – પાલનપુર એક્સપ્રેસમાં ભીલડી અને પાલનપુર વચ્ચે.