Homeટોપ સ્ટોરીઝમહારાષ્ટ્ર વિધાનસભા ફ્લોર ટેસ્ટ: એકનાથ શિંદેનો બહુમતનો આંકડો પાર, તરફેણમાં 164 વોટ

મહારાષ્ટ્ર વિધાનસભા ફ્લોર ટેસ્ટ: એકનાથ શિંદેનો બહુમતનો આંકડો પાર, તરફેણમાં 164 વોટ

4 જુલાઈએ મહારાષ્ટ્રમાં નવા બનેલા સીએમ એકનાથ શિંદે અગ્નિપરીક્ષા પાસ કરી લીધી છે. જ્યાં ફ્લોર ટેસ્ટમાં તેમના સમર્થનમાં 164 વોટ પડ્યા હતા અને બહુમતનો આંકડો પાર કરી લીધો છે

મહારાષ્ટ્રઃ 4 જુલાઈના રોજ નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિપરીક્ષા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને ભાજપ ગઠબંધનવાળી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે. અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે શિંદે જૂથ આસાનીથી ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશે. તો બીજી બાજૂ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ જૂથની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે માન્યતા મળી ગઈ છે. હવે ઉદ્ધવ જૂથના 16 ધારાસભ્યો જેમાં તેમના દિકરા આદિત્ય ઠાકરે પણ સામેલ છે. તેના પર શિંદે સરકારના સમર્થનમાં વોટ નાખવાનું પ્રેશર છે, જો તે આવું નહીં કરે તો તેમના પર એક્શન લેવાઈ શકે છે.

288 ધારાસભ્યોવાળી વિધાનસભામાં બહુમત માટે 144 સભ્યોનું સમર્થન જોઈએ, જેમાં હાલની સ્થિતિ જોતા શિવસેના (શિંદે જૂથ)માં 39, શિવસેના (ઉદ્ધવ જૂથ)માં 16, ભાજપમાં 106, અપક્ષ 12, એનસીપીમાં 53 તથા કોંગ્રેસમાં 44 અને અન્યના 17 ધારાસભ્યો થાય છે.

164 વોટ શિંદેના સમર્થનમાં, 99 વોટ વિરુદ્ધમાં

મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહી દરમિયાન એકનાથ શિંદે વિરુદ્ધ 99 વોટ પડ્યા છે. જ્યારે શિંદેના સમર્થનમાં 164 વોટ પડ્યા, સાથે જ મોડા આવવાના કારણે વિપક્ષના ચાર ધારાસભ્યો વોટિંગ કરી શક્યા નહીં. તેમાંથી કોંગ્રેસના અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર અને એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જપતાપ સામેલ છે. આ ચારેય લેટ થઈ ગયા હતા, તેથી તેમને સદનમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી.

પહેલા ગેમ પછી વોટિંગ

ફ્લોર ટેસ્ટ પહેલા મોટી ગેમ થઈ ગઈ હતી. શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધન મહાવિકાસ અઘાડીમાં સામેલ બહુજન વિકાસ અઘાડીએ છેલ્લી ઘડીએ મોટો દાવ કર્યો હતો. બહુજન વિકાસ અઘાડીના ત્રણ ધારાસભ્યો શિંદે જૂથમાં જતા રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચૌહાણ, વિજય વડેટ્ટીવાર, એનસીપીના અન્ના બંસોડે, સંગ્રામ જગતાપ સહિત સાત ધારાસભ્યો વોટિંગમાં પહોંચ્યા નહોતા.

ઉદ્ધવના ધારાસભ્ય શિંદેના સમર્થનમાં

ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો મળ્યો છે, જે કાલ સુધી તેમના જૂથમાં હતા, તેવા ધારાસભ્ય સંતોષ બાંગડે પણ આજે શિંદે સરકારના સમર્થનમાં વોટ કર્યો હતો. તેઓ બળવાખોર ધારાસભ્યો સાથે જ આજે હોટલથી સવારે વિધાનસભા પહોંચ્યા હતા. ત્યાર બાદથી તેઓ શિંદે જૂથમાં જશે તેવી અટકળો વહેતી થઈ હતી. આ ઉપરાંત ઠાકરે જૂથના વધુ એક ધારાસભ્ય શ્યામસુંદરે પણ શિંદેના સમર્થનમાં વોટ કર્યો હતો. વિધાનસભામાં વોટિંગ દરમિયાન હોબાળો પણ થયો હતો. ઉદ્ધવ જૂથે ઈડી-ઈડીના નારા પણ લગાવ્યાં હતા.

ધ્વનિમત પર વાંધો હોવાથી હવે ફરી વોટિંગ થશે

વિધાનસભામાં વિપક્ષે ધ્વનિમતથી બહુમત સાબિત કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ હવે વોટિંગથી ફ્લોર ટેસ્ટ થશે. તેમાં બે જૂથના ધારાસભ્યો અલગ અલગ બેસીને હેડકાઉંટ કરશે. તેને લઇને મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે શિંદે સરકારે બહુમત સાબિત કરવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments