Homeગુજરાતરૂ. 255.76 કરોડના પ્રોજેક્ટ્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

રૂ. 255.76 કરોડના પ્રોજેક્ટ્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 255.76 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી મળી. ખાનગી સોસાયટીની જન ભાગીદારી યોજનાના રૂ. 255.76 કરોડના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. અમદાવાદ, જામનગર, બારેજા અને કરજણમાં 3050 કામો થશે. અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ સહિત 7 ઝોનમાં 1961 કામોને મંજૂરી મળી. જામનગરમાં રૂ. 43.85 કરોડના 588 કામોને, કરજણના 2.79 કરોડના 33 અને બારેજાના રૂ. 1.18 કરોડના 12 કામોને મંજૂરી મળી.

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના સરકારી કામો અંગે તાજેતરમાં મહત્ત્વના નિર્ણય લીધાં છે. રાજ્ય સરકાર દ્વારા ખાનગી સોસાયટીની જન ભાગીદારી યોજનામાં રૂ. 255.76 કરોડની મંજૂરી આપવામાં આવી છે. ખાનગી સોસાયટીની જન ભાગીદારી યોજના અંતર્ગત રાજ્ય સરકારે અમદાવાદ અને જામનગરમાં યોજના હેઠળ વિકાસના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત બારેજા અને કરજણ નગરપાલિકામાં યોજના હેઠળ વિકાસના કામોને મંજૂરી અપાઈ છે.

 હાલમાં મંજૂર થયેલાં વિકાસકાર્યો અંતર્ગત અમદાવાદમાં 7 ઝોનમાં 1961 કામોને મંજૂરી આપવામાં આવી. અમદાવાદમાં રૂ. 195.25 કરોડના કામોની મંજૂરી અપાઈ છે. અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના 12.69 કરોડના 456 કામોને સરકારે મંજૂરી આપી છે. જામનગરમાં પણ રૂ. 43.85 કરોડના 588 કામોને મંજૂરી અપાઈ છે. કરજણ નગરપાલિકાના 2.79 કરોડના 33 કામોને સરકારે મંજૂરી આપી છે. બારેજા નગરપાલિકાના રૂ. 1.18 કરોડના 12 કામોને મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદમાં 7 ઝોનમાં 1961 કામોને મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ અરજી મંજૂર થતાં અમદાવાદ મહાપાલિકાના કુલ 7 ઝોનમાં રૂ. 195.25 કરોડનાં 1961 કામો માટે તેમજ 12.69 કરોડ રૂપિયાના 456 જેટલા સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેનાથી સી. સી. રોડ, પાવર બ્લોક, ભૂગર્ભ ગટર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના, પીવાના પાણીની પાઈપ લાઈન તેમજ સ્ટ્રીટ લાઇટના એમ કુલ 2417 કામો અમદાવાદમાં થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના લીધે ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના હેઠળ કુલ 3050 કામો માટે કુલ 255.76 કરોડની ફાળવણી કરાશે. જેનાથી કુલ 61158 પરિવારોને વિવિધ સુવિધા પ્રાપ્ત થશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ 70:20:10 મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

અમદાવાદ પાલિકામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી કામો અન્વયે મધ્ય ઝોનમાં રૂ. 2.75 કરોડ 32 કામો માટે, ઉત્તર ઝોનના 260 કામો માટે રૂ. 20.60 કરોડ, પૂર્વ ઝોનમાં 406 કામો માટે રૂ. 34.18 કરોડ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 147 કામના હેતુસર રૂ. 21.53 કરોડ તેમજ દક્ષિણ ઝોનમાં 462 કામો માટે 44.72 કરોડ રૂપિયા અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 242 કામો માટે રૂ. 28.02 કરોડ તથા પશ્ચિમ ઝોનમાં 412 કામો માટે રૂ. 43.41 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આ કાર્યો થકી અમદાવાદના વિવિધ ઝોનના અંદાજે 58778 પરિવારોને લાભ થશે. અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકાને 12 કામો માટે રૂ. 1.18 કરોડની મંજૂરી અપાઈ છે. જેના લીધે બારેજાના 620 પરિવારોને સુવિધા ઉપલબ્ધ થશે.

રાજ્યમાં અન્યે વિકાસકાર્યોનો મંજૂરી

જામનગર પાલિકા દ્વારા ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના હેઠળ કુલ 588 કામો માટે રૂ. 43.85 કરોડની રજૂ થયેલી દરખાસ્તને મંજૂરી મળી છે. જામનગર મહાનગરપાલિકા હવે આ 588 કામો અંતર્ગત સી.સી. રોડ, પાવર બ્લોક, ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરશે.

વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાને રૂ. 2.79 કરોડના ખર્ચે ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના હેઠળ સી.સી. રોડ અને પાવર બ્લોકના 33 કામો માટેની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે. જેનાથી કરજણ નગરના 1172 પરિવારોને આ સુખાકારી સુવિધા મળશે. ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના હેઠળ કુલ 61,158 પરિવારોને સુવિધા મળશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments