Homeઆંતરરાષ્ટ્રીયમોંઘવારીમાં વધુ એક ફટકો, કપાસિયા-સિંગતેલમાં ફરી એકવાર ભાવવધારો

મોંઘવારીમાં વધુ એક ફટકો, કપાસિયા-સિંગતેલમાં ફરી એકવાર ભાવવધારો

ખાદ્યતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવવધારો

મહત્ત્વનું છે કે, મોંઘવારીના માર વચ્ચે ફરીથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. જોવાનું એ છે કે મગફળી અને કપાસની આવક વધી રહી છે, તો પણ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ડામ લાગાવામાં આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ- 2680થી 2730 સુધી પહોંચ્યો બીજી તરફ કપાસિયાની વાત કરીએ તો ડબ્બાનો ભાવ રૂ- 2480થી 2530 સુધી પહોચ્યો છે.

તહેવારોની ઉજવણી થશે ફિક્કી

થોડા દિવસોમાં જ તહેવારોની શરૂઆત થઈ રહી છે ત્યારે, તેલના ભાવમાં થયેલો વધારો ઉજવણીને જરૂર ફિક્કી પાડશે. જાણવા મળી રહ્યું છે કે, ડિમાન્ડ વધવાની ગણતરી સાથે તેલિયા રાજાઓ દ્વારા આ ભાવવધારો કરવામાં આવ્યો છે. જોવાનું એ છે કે એકતરફ મગફળી અને કપાસની આવક વધી રહી હોવા છતાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

ભાવવધારાનું કારણ

તેલમાં ભાવવધારા અંગે વેપારીઓનું કહેવું છે કે, વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પિલાણ થઈ શકતું નથી. ઉપરાંત વિદેશમાં ખાદ્યતેલની માગ વધી રહી હોવાથી પણ ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માગ નીકળતાં અન્ય ખાદ્યતેલોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, સિઝનમાં જ સિંગતેલનો ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2680થી 2730એ પહોંચી ગયો છે તો કપાસિયા તેલનો ભાવ પણ ડબ્બે રૂ.2480થી 2530 રૂપિયાએ પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.100 અને કપાસિયા તેલના ભાવમાં રૂ.60નો વધારો થયો છે. નવા ભાવના કારણે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2730, તો કપાસિયા તેલનો ભાવ રૂ. 2530 સુધી પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments