Homeગુજરાતઈડરમાં વિસનગરનો યુવાન બન્યો હની ટ્રેપનો શિકાર

ઈડરમાં વિસનગરનો યુવાન બન્યો હની ટ્રેપનો શિકાર

સાબરકાંઠા જિલ્લાના ઈડરમા વિસનગરના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસમાં લઈ પ્રેમ જાળમાં ફસાવી રૂપિયાની માંગણી કરતા ઈડર પોલીસે બે યુવતીઓ સહિત પાંચને દબોચી લીધા છે.

સાબરકાંઠાઃ આજકાલ લોકોને રાતોરાત રૂપિયા કમાઈ માલામાલ બની જવું છે. જેનો ભોગ સાધારણ વ્યક્તિ બને છે. ત્યારે ઈડર પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિસનગરના કાંસા ગામના રહેવાસી મિતેશભાઈ પટેલ જેઓ ખેતી અને વ્યવસાય સાથે જોડાયેલા છે. જેવોને કાવ્યા વિવિયન ઉબાડે અને ચેતના જુગાજી ઠાકોર નામની યુવતીઓએ મોબાઈલ ફોન પર મેસેજ અને વોટ્સએપ દ્વારા કોલ કરી વિશ્વાસમાં લઈ પ્રેમ સંબંધનું નાટક કરી યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ આ યુવકને ખાનગી હોટલમાં બોલાવી શરીર સંબંધ બાંધી બંને યુવતીઓ અને તેમની સાથે રહેલા યુવકો દ્વારા પૈસા પડાવવાનું અને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવકને હથિયાર બતાવી ગડદાપાટુનો મારમારી બળાત્કાર ના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી યુવક પાસેથી ૫૦ હજાર પડાવી લીધા હતા.

ટોળકી દ્વારા રૂપિયા 4,50,000 ની માગણી કરી હતી. જેમાં ભોગ બનનાર યુવક પાસે રૂપિયાના નાણાં પેટે પોતાની મારુતિ કંપનીની બ્રેઝા ગાડી આ ટોળકીએ બળજબરી પૂર્વક સ્ટેમ્પ કરાવી લઈ ગાડીનો કબ્જો લીધો હતો. ત્યારબાદ આ ઠગ ટોળકી દ્વારા નક્કી થયા મુજબ બીજા બાકી રહેલા રૂપિયા લેવા ઈડર બોલાવવામાં આવતા યુવક દ્વારા ઈડર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે વાતની જાણ ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે જાડેજાને થતા જેવોએ તેમની ટીમ સાથે રાખી એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ભોગ બનનાર યુવક પાસેથી રૂપિયા બે લાખની ખંડણી લેતા બે યુવતીઓ સહિત પાંચ આરોપીઓ પોલીસે ગોઠવેલ છટકામાં આઇ જતા ઈડર ભિલોડા ત્રણ રસ્તા પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા. અને હની ટ્રેપની માયા જાળમાંથી યુવકને બચાવી લીધો હતો. ઈડર પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી. આ મામલે ઈડર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments