કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘ભૂલ ભૂલૈયા 2’ બાદ હવે કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની હોરર-કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’ રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટર જાહેર કરતા રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એકસેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પોતાની ફિલ્મની રિલીઝ ડેટની જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 7 ઓકટોબર,2022ના રોજ સિનેમાઘરોમાં રજૂ થવાની છે. આ જ દિવસે કંગના રાણૌતની ફિલ્મ ‘તેજસ’ પણ દર્શકોનું મનોરંજન કરવાની છે.
View this post on Instagram
‘ફોન ભૂત’નું ઓફિશીયલ પોસ્ટર રીલીઝ કરતા, નિર્માતા ફરહાન અખ્તરે ટવીટ કર્યુ હતું કે, ‘ફોન ભૂત’ની દુનિયામાં તમારું સ્વાગત છે. 7 ઓકોટોબર, 2022ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યા છીએ’. ફિલ્મના અન્ય કલાકારોએ પણ આ જ કેપ્શન સાથે ફિલ્મનું પોસ્ટર જાહેર કર્યુ હતું.
#PhoneBhoot ki duniya mein aapka swagat hai. Arriving on 7th Oct, 2022 at cinemas near you.#KatrinaKaif #IshaanKhatter @SiddyChats @bindasbhidu #SheebaChaddha @EkThapaTiger #SurenderThakur @gurmmeet @excelmovies @ritesh_sid @raviivar @JasvinderBath pic.twitter.com/ThNyGLtZs8
— Farhan Akhtar (@FarOutAkhtar) June 28, 2022
પોસ્ટરમાં કેટરીના, સિદ્ધાંત અને ઈશાનને મેચિંગ આઉટફિટમાં જોવા મળે છે. જયારે બેકગ્રાઉન્ડમાં બિહામણા ભૂતો જોવા મળી રહ્યા છે. જૈકી શ્રોફ પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટર પર લખ્યું છે, ‘ એક ભયાવહ કોમેડી’. ઇશાન ખટ્ટરે પણ પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટરની સાથે પોતાના પાત્રનું નામ જાહેર કર્યુ હતું.