Homeદૈનિક વિશેષકોમેડી એકટર સુરેન્દ્ર શર્માના મૃત્યુની ઉડી અફવા

કોમેડી એકટર સુરેન્દ્ર શર્માના મૃત્યુની ઉડી અફવા

સુરેન્દ્ર શર્માએ પોતે વિડીયો બનાવીને અફવાનું ખંડન કર્યુ હતું. તેમણે કહ્યું કે, ‘હું તમને ઘણું હસાવવા માંગુ છું. મારા જીવિત હોવાનો આનાથી વધુ પુરાવો હું તમને ન આપી શકું. તમે સ્વસ્થ રહો, શાંત રહો અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે’.

સોશિયલ મીડિયામાં અવાર નવાર અફવા ઉડતી રહે છે અને લોકો સાચી વાતની ખરાઈ કર્યા વિના ઝડપથી શેર કરતા રહે છે. દેશના જાણીતા સેલિબ્રીટીઓની મૃત્યુની અફવા સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાતી હોય છે. આવું કંઇક બન્યું હરિયાણાના પ્રખ્યાત કોમેડિયન સુરેન્દ્ર શર્મા સાથે. દેશના જાણીતા કોમેડિયન સુરેન્દ્ર શર્મા પોતાના જોક્સથી જાણીતા બન્યા છે. તેમના મોટા ભાગના જોક્સ પતિ પત્ની પર આધારીત હોય છે. સોમવારે સુરેન્દ્ર શર્માના નિધનનઅફવા ઉડી હતી.

ખ્યાત કોમેડિયન અને એક્ટર સુરેન્દ્ર શર્માનું સોમવારે નિધન થયું છે અને ચંદીગઢમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાચાર સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઇ ગયા હતા. જોતાં સુરેન્દ્ર શર્મા જાતે આગળ આવ્યા હતા અને પોતાનો એક વીડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Surender Sharma (@surendrasharmakavi)

તેમણે વિડીયો અપલોડ કરીને કહ્યું કે,પ્રિય દોસ્તો, હું સુરેન્દ્ર શર્મા શર્મા હાસ્ય કવિ, જીવતો ધરતી પરથી બોલું છું. તમે ના વિચારો કે હું પર જતો રહ્યો છું, પંજાબના કોઇ કલાકારનું નિધન થયું છે અને તેમાં મારો ફોટો છાપી દીધો છે. હું કલાકારના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. જે મને સંવેદના દેવા માગે છે, તેમને પ્રાર્થના કે કેટલાક વર્ષો રાહ જુએ હું તમને ઘણું હસાવવા માંગુ છું. મારા જીવિત હોવાનો આનાથી વધુ પુરાવો હું તમને આપી શકું. તમે સ્વસ્થ રહો, શાંત રહો અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments