Homeગુજરાતassembly election 2022ના ઉમેદવાર યશવંત સિંહાનો ગુજરાત પ્રવાસ

assembly election 2022ના ઉમેદવાર યશવંત સિંહાનો ગુજરાત પ્રવાસ

30 જૂને વિપક્ષ ઉમેદવાર યશવંત સિંહાની કોંગ્રેસ MLA સાથે બેઠક

ઉમેદવારી નોંધાવ્યા બાદ રાષ્ટ્રપતિપદના વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા પ્રથમ વખત પ્રચાર માટે 30 જૂને ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતમાં તેઓ વિધાનસભાના વિરોધપક્ષના ખંડમાં કોંગ્રેસ ધારાસભ્યો સાથે બેઠક કરશે. આ ઉપરાંત અનેક કાર્યક્રમોમાં પણ યશવંત સિંહા હાજરી આપશે.

કોંગ્રેસ ધારાસભ્યો સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કઈ રીતે મતદાન કરવું તે અંગે પણ યશવંત સિંહા માહિતી આપશે. યશવંત સિંહા આવવાના હોઈ કોંગ્રેસ ઓફિસ દ્વારા તમામ MLAને ફરજિયાતપણે વિરોધપક્ષના કાર્યાલયમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

આવતા મહિને જ assembly election હોઈ તમામ political party દ્વારા ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેવા તબક્કામાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા પોતાના પ્રચારની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા છે. રાહુલ ગાંધી પણ અગાઉ બે-બે વખત ગુજરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે, ત્યારે હવે president પદના ઉમેદવાર યશવંત સિંહા કોંગ્રેસના દિગ્ગજો સાથે meeting યોજશે. આ બેઠકમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા સંભવ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments