Homeકરિયરશા માટે કપાવી નાંખ્યા નિલાંશીએ પોતાના લાંબા વાળ?

શા માટે કપાવી નાંખ્યા નિલાંશીએ પોતાના લાંબા વાળ?

એક ટીનેજર તરીકે વિશ્વમાં સૌથી લાંબા વાળનો મોડાસાની નિલાંશી પટેલનો રેકોર્ડ હતો, પણ નિલાંશીએ પોતાના લાંબા વાળને તિલાંજલિ આપી દીધી છે. પોતાના લાંબા વાળ કપાઈ રહ્યા હોય તેવો વીડિયો પણ નિલાંશીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

મોડાસાની નિલાંશી પટેલનું નામ પોતાના લાંબા વાળ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું હતું. તેના વાળ છ ફૂટ અને સાત ઇંચ લાંબા હતા. એક ટીનેજર તરીકે વિશ્વમાં સૌથી લાંબા વાળનો તેનો રેકોર્ડ હતો, પણ નિલાંશીએ પોતાના લાંબા વાળને હવે તિલાંજલિ આપી છે. પોતાના લાંબા વાળ કપાઈ રહ્યા હોય તેનો તેણે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આશરે ૧૨ વર્ષ પછી તેણે પોતાના વાળ કાપ્યા હતા. નિલાંશીને નવો લૂક જોઈતો હતો તેથી તેણે પોતાના લાંબા વાળને તિલાંજલિ આપી હતી. સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવવા બદલ તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. સતત બે વર્ષ લાંબા વાળનો તેનો રેકોર્ડ રહ્યો છે. તે જ્યારે ધોરણ બારમાં હતી ત્યારે ૧૯૦ સે.મી. લાંબા વાળ સાથે બીજા વર્ષે લોન્ગેસ્ટ હેર ઓફ ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ગિનેસ બુક અનુસાર ૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં નિલાંશીના વાળ આખા વિશ્વમાં સૌથી લાંબા હતા. નોંધનીય છે કે અગાઉ સૌથી લાંબા વાળનો વિક્રમ ઈટલીના રોમની એક ટીનેજરના નામે હતો, તેના વાળ ૧૭૦.પ સે.મી. લાંબા હતા.

મોડાસા તાલુકાના સાયરાના શિક્ષક દંપતી બ્રિજેશભાઈ પટેલ અને કામિનીબેનની દીકરીએ આ સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર દેશનું નામ રોશન કર્યું હતું. આ અગાઉ નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે લિમ્કા બુક ઓફ ઇંડિયામાં નોધણી કરાવી હતી. ભણવામાં પણ અવ્વલ રહેતી નિલાંશીને ટેબલ ટેનિસ અને તરણમાં પણ કુશળ છે.

નાનપણથી જ નિલાંશી અને તેના માતા-પિતાની ઈચ્છા હતી કે, વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે. વાળની કાળજી રાખવાનું શરૂ કર્યું અને બે વખત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પણ મેળવ્યું.

ર૦૧૮ અને ર૦૧૯ એમ સતત બે વર્ષ સુધી પોતાનું નામ ગિનિસ બુકમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે. લાંબા વાળનો રેકોર્ડ દર વર્ષે અલગ અલગ દેશોના નામે હોય છે, પરંતુ લોન્ગેસ્ટ હેર ઓફ ટીનેજર્સમાં નિલાંશીએ ભારતનો ડંકો વગાડયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments