HomeUncategorized‘રોકેટ્રી: નાંબી ઇફેકટ’ માટે શાહરુખે એક પણ રૂપિયાની ફી નથી લીધી!

‘રોકેટ્રી: નાંબી ઇફેકટ’ માટે શાહરુખે એક પણ રૂપિયાની ફી નથી લીધી!

‘શાહરુખ એક બર્થ-ડે પાર્ટીમાં મને મળ્યા હતા અને રોકેટ્રીમાં કામ કરવાની ઇચ્છા જણાવી હતી અને બેકગ્રાઉન્ડમાં કોઇ પણ રોલ કરવાની તૈયારી દર્શાવી હતી’: આર. માધવન

બોલિવુડ અભિનેતા આર માધવન એમની આવનારી ફિલ્મ ‘રોકેટ્રી: ધ નાંબી ઇફેકટ’ને કારણે આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મ માટે માધવનને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેન્ડીંગ ઓવેશન પણ મળી ચૂકયું છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચૂકી છે.

ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે ‘રોકેટ્રીઁમાં શાહરુખ ખાન પણ કૈમિયોમાં જોવા મળ્યા છે. વૈજ્ઞાનિક નાંબી નારાયણ પર બની રહેલી આ ફિલ્મમાં કામ કરવા માટે શાહરુખ ખાને એક પણ રૂપિયાની ફી લીધી નથી.

શાહરુખના પાત્રને લઇને માધવને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ શાહરુખ એક બર્થ-ડે પાર્ટીમાં મને મળ્યા હતા અને રોકેટ્રીમાં કામ કરવાની ઇચ્છા જણાવી હતી અને બેકગ્રાઉન્ડમાં કોઇ પણ રોલ કરવાની તૈયારી દર્શાવી હતી. એ સમયે મને લાગ્યું હતું કે શાહરુખ મજાક કરી રહ્યા છે. મે મારી પત્ની સરીતાની સલાહ કાને ધરીને શાહરુખના મેનેજરને ધન્યવાદનો મેસેજ કર્યો. તુરંત જ રીપ્લે આવ્યો- ખાન સાહેબ શૂટિંગની તારીખ પુછી રહ્યા છે. આમ શાહરુખ અમારી ફિલ્મનો ભાગ બન્યા છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments