આંતરાષ્ટ્રીય મનોરંજન કંપની સોની એન્ટરટેઇનમેન્ટની દેશી એપ સોની લિવના સંચાલક અને સ્ટાર્સનો મેળાવડો મુંબઇમાં યોજાયો હતો. આ કાર્યક્રમમમાં બોલિવુડના જાણીતા દિગ્દર્શક હંસલ મહેતા પણ ઉપસ્થિત હતા.
View this post on Instagram
ઓટીટી પ્લેટફોર્મ્સ અંગે હર્ષદ મહેતાએ કહ્યું હતું કે, ‘ઓટીટી માટે કોઇ મોટા સ્ટારની જરૂરિયાત નથી. એની સફળતા એમા જ છે કે ઓટીટી નવો સ્ટાર ચહેરો આપે. જો હું અભિષેક બચ્ચનને લઇને ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બનાવું તો કદાચ આ સીરીઝ એટલી સફળ ન થાત, આ સીરીઝની સફળતાનું કારણ એ છે કે એમાં એક નવો ચહેરો છે અને એક નવી વાર્તા છે.’
View this post on Instagram
હંસલ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ઓટીટીમાં તમે વાર્તા સાથે લાંબો સમય સુધી જીવી શકો છો. એક રચનાકાર એક સૂત્રની સીમાઓ સુધી ઓટીટી સીમિત નથી. તમે નવા પ્રયોગો કરી શકો છો અને એક આદર્શ કલાકાર સાથે કામ કરવા માટે સ્વતંત્ર છો. ઓટીટી સાથે આપણે ઘણુ નવુ કરી શકીએ છીએ. એક ફિલ્મ નિર્માતા-નિર્દેશકના અસ્તિત્વ માટે આનાથી શ્રેષ્ઠ સમય બીજો કયારેય નહોતો.