Homeઆંતરરાષ્ટ્રીયભારતમાં હૉકીનો ઇતિહાસઃ એક અમૂલ્ય વારસો

ભારતમાં હૉકીનો ઇતિહાસઃ એક અમૂલ્ય વારસો

મેજર ધ્યાનચંદે સળંગ ત્રણ ઓલિમ્પિકમાં ભારતને અપાવ્યા ગોલ્ડ

ભારતની મહત્ત્વની રમતોની વાત કરીએ તો હૉકી પ્રથમ ક્રમાંકે આવે, પણ શું તમે જાણો છો બ્રિટિશ સામ્રાજ્યના સમયમાં હૉકીની શરૂઆત ભારતીય આર્મી દ્વારા થઈ હતી. હૉકીની શરૂઆત ભલે બ્રિટિશ- ઈન્ડિયન આર્મી દ્વારા થઈ પણ સમયાંતરે સામાન્ય લોકો પણ આ રમતના દીવાના બની ગયા હતા, જે બાદ હૉકી ભારતની ઓળખ બની ગઈ.

હૉકીનો ઇતિહાસ

હૉકીની રમત હવે વિશ્વસ્તરે નામના લોકપ્રિયતા મેળવી રહી છે. હોકી વર્લ્ડકપની સાથે ચેમ્પિયન ટ્રોફી અને એફઆઈએચ પ્રો લીગ જેવી પ્રતિયોગિતાઓ પણ યોજાય છે, પરંતુ શું તમે જાણો છો હૉકીનો ઇતિહાસ 16મી સદીથી ચાલ્યો આવે છે. દુનિયાની સૌથી જૂની રમતો પૈકી હૉકીની શરૂઆત અંજાજિત 1527માં સ્કૉટલેન્ડથી થઈ હતી. કેટલાક દસ્તાવેજો મુજબ આવી રીતની જ રમત પહેલાના જમાનામાં મિસ્રમાં પણ રમવામાં આવતી હતી.

ભારતમાં હૉકીની શરૂઆત

જો કે હાલના સમયમાં હૉકીની શરૂઆત જોવા જઈએ તો 18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં બ્રિટિશર્સ દ્વારા થઈ હતી. તે સમયે આ રમત બ્રિટનની શાળાઓમાં ખૂબ લોકપ્રિય બની હતી અને ત્યારબાદ હૉકી બ્રિટિશર્સ દ્વારા ઈન્ડિયન આર્મીમાં પણ સામેલ કરવામાં આવી હતી. ભારતમાં મોટાપાયે મોટાં મેદાનો અને મોટી સંખ્યામાં ઉપકરણોની જરૂરિયાત ન હોવાના કારણે હૉકીની રમત ભારતીય યુવાનોની પ્રથમ પસંદગી બની ગઈ.

લોકપ્રિયતાને જોતાં ફેડરેશનની સ્થાપના

ભારતમાં પ્રથમ હૉકી ક્લબ કલકત્તામાં 1855માં સ્થાપિત કરવામાં આવી. જે બાદ કલકત્તામાં બેઈટન કપ અને તે સમયના બોમ્બે અને હાલના મુંબઈમાં આગાખાન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી. વિશ્વસ્તરે લોકપ્રિયતાને જોતાં 1924માં આંતરરાષ્ટ્રીય હૉકી સંઘની સ્થાપના કરવામાં આવી અને તેના એક વર્ષ બાદ એટલે કે 1925માં ભારતીય હૉકી સંઘની સ્થાપના કરવામાં આવી.

હૉકીમાં ભારતનો સુવર્ણયુગ

હાલના સમયમાં ભલે ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું સુવર્ણ પદક જીતવું સપનું માનવામાં આવતું હોય, પરંતુ 1928ના ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરતાં જ ભારતે સુવર્ણ પદક મેળવ્યું હતું. મેજર ધ્યાનચંદની આગેવાનીમાં ત્યાર બાદ સળંગ 1932 અને 1936ના ઓલિમ્પિકમાં પણ મેજર ધ્યાનચંદે ભારતને ગોલ્ડ અપાવી હેટટ્રિક સર્જી હતી. પછીથી દ્વિતીય વિશ્વયુદ્ધ અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ આવેલા દિગ્ગજ બલબીરસિંહ સિનિયરે પણ ભારતને સળંગ 1948, 1952 અને 1956માં ગોલ્ડ અપાવ્યા અને હેટટ્રિક સર્જી. ત્યાર બાદ લાંબા સમયે 1980ના વર્ષમાં ભારતે મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતી પોતાનું કૌવત બતાવ્યું હતું. લાંબા સમયની આ જીત બાદ 41 વર્ષ સુધી ભારતે કોઈ ટાઈટલ ન જીત્યું, પરંતુ 2020ના ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે ગોલ્ડ મેળવી ભારતીય હૉકી ટીમ પર લાગેલું લૂઝરનું સિમ્બોલ હટાવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments