Homeકરિયરહેલીને ૨૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે યાદ છે

હેલીને ૨૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે યાદ છે

હેલી ઈ.સ. ૧૯૦૦થી ૨૧૦૦ સુધીના વર્ષોના કેલેન્ડરનાં વર્ષ અને મહિનાની તારીખ સેકન્ડોમાં કહી દે છે. ૨૦૦ વર્ષમાં ક્યા દિવસે કયો વાર હતો તે પણ હેલી સેકન્ડોમાં જણાવી દે છે.

સાબરકાંઠાની એક યુવતીની સિદ્ધિ અનોખી છે. આ યુવતીને ૨૦૦ વર્ષનું કેલેન્ડર મોઢે યાદ છે. કોઈ પણ વર્ષનું કેલેન્ડરની તારીખ કહેવામાં આવે તો સેકન્ડ્ઝમાં તે દિવસનો વાર કહી દે છે. આવી અજબની સિદ્ધિ તેના દાદા અને પિતા દ્વારા મળી છે. આ યુવતી ૧૮૦૧થી લઇ ૨૦૨૦ સુધીનું કેલેન્ડર પોતાના મોઢે યાદ છે. ૨૦૨૧ અને ૨૦૨૨નું કેલેન્ડર પણ તે યાદ રાખી રહી છે.

આ યુવતીનું નામ હેલી પ્રજાપતિ છે. હેલી સાબરકાંઠાના ઇડર તાલુકાના બડોલી ગામમાં ઉછરી છે. ૯ વર્ષની ઉંમરથી દાદા અને પિતાની રોજિંદી કામકાજની ડાયરી દ્વારા ૨૦૦ વર્ષનું કેલેન્ડર યાદ છે. આ યુવતી એમએસસી માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરે છે. આ યુવતી ભણતર સાથે સાથે કેટલાય એવોર્ડ મેળવી ચૂકી છે. જેમાં ૧૯૦૦થી ૨૧૦૦ સુધીના વર્ષનું કેલેન્ડર માત્ર સેકંડોમાં જ વર્ષ અને મહિનાની તારીખ કહો કે તરત જ હેલી તે દિવસે કયો વાર હતો તે જણાવી દે છે.

તે તમારી જન્મ તારીખ જણાવો અને તે કયો વાર હતો તે પણ તે જણાવી દેશે. તેમજ ૨૧૦૦ વર્ષના આવનાર કેલેન્ડર પણ કોઈ પણ વર્ષના મહિનાની તારીખનો વાર પણ તે જણાવી દે છે. હવે આગળના વર્ષોમાં ૨૦૦ વર્ષ કરતાં પણ વધારેનું કેલેન્ડર યાદ રાખવા તે મહેનત કરી રહી છે. હવે તે આ કેલેન્ડરને કેમ યાદ રાખવું તે માટે લેપટોપથી પેજ પણ બનાવી રહી છે અને આ બાબતની લોકોને સમજ પણ આપી રહી છે.

હેલીના પિતા બેચરભાઈ પ્રજાપતિ કે જેઓ તેમના પિતા રામજીભાઈ પ્રજાપતિની રોજિંદી કામની ડાયરીઓ પરથી કેલેન્ડર યાદ રાખવાની ટ્રીક મળી જે તેઓએ તેમની દીકરીને શીખવાડી અને દીકરી ૯ વર્ષની વયે આ તેને રુચિ જાગતા અને ગ્રાસ્પિંગ પાવર જોતાં તે દીકરી ૨૦૦ વર્ષનું કેલેન્ડર પોતે આખું કેલેન્ડર યાદ કરી લીધું છે. આ અજયબી આ કુટુંબ અને સમાજ માટે અલગ પડતી દીકરી ના પિતા પણ ખુશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments