Homeફિચર્સફિફા વર્લ્ડકપ – વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ફૂટબોલ લીગ

ફિફા વર્લ્ડકપ – વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ફૂટબોલ લીગ

13 જુલાઈ 1930ના રોજ 13 ટીમ સાથે ફિફા ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન

વિશ્વમાં સૌથી લોકપ્રિય રમત છે ફૂટબોલ, અને તેના માટેની સૌથી મોટી લીગ છે ફિફા વર્લ્ડકપ. ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા ખૂબ ઓછી છે, પરંતુ દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળના લોકોમાં ફૂટબોલ ખૂબ લોકપ્રિય છે. ફિફા વર્લ્ડકપનું આયોજન ઈન્ટરનેશનલ ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિયેશન દ્વારા કરવામાં આવે છે. વર્ષ 1930માં ફિફા વર્લ્ડકપના ઉદઘાટન બાદ 1942 અને 1946ના વર્ષમાં વિશ્વયુદ્ધના કારણે મેચ યોજાઈ નહોતી, તે સિવાય દર ચાર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે.

ફિફા વર્લ્ડકપનો ઇતિહાસ

ઓલિમ્પિક ફૂટબોલ ટુર્નામેન્ટની સફળતાને ધ્યાને રાખી ફિફાએ ઓલિમ્પિકથી અલગ પોતાની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું, જે અનુસંધાને આમસ્ટરડેમમાં 28 મે 1928ના રોજ યોજાયેલી મિટિંગમાં ફિફા ટુર્નામેન્ટ યોજવા પર આખરી મહોર મારવામાં આવી. જે મુજબ 13 જુલાઈ 1930ના રોજ 13 ટીમ સાથે ફિફા ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં કોઈપણ ક્વોલિફાય મેચ વિના જ દક્ષિણ અમેરિકાની 7, યુરોપની 4 અને ઉત્તર અમેરિકાની 2 ટીમે ભાગ લીધો હતો. જેમાં 1928 ઓલિમ્પિકમાં વિજેતા બનેલી ઉરુગ્વેની ટીમ વિજેતા જાહેર થઈ હતી.

વિશ્વનો પ્રથમ ફિફા ગોલ

13 જુલાઈ 1930ના રોજ ઉરુગ્વેમાં ફિફા વિશ્વકપની સૌપ્રથમ બે મેચ યોજાઈ, જેમાં ફ્રાન્સની સામે મેક્સિકો અને અમેરિકાની સામે બેલ્જિયમની ટીમ ટકરાઈ હતી. જેમાં ફ્રાન્સ-મેક્સિકો સામેની મેચમાં ફ્રાન્સના ખેલાડી લ્યુસિયેન લોરેન્ટે ફિફા વર્લ્ડકપનો પ્રથમ ગોલ માર્યો હતો.

કેટલી ટીમ ટકરાશે કતરમાં

વર્તમાન ચેમ્પિયનની વાત કરીએ તો ફ્રાન્સ દ્વારા છેલ્લો વર્લ્ડકપ જીતવામાં આવ્યો હતો, જે તેના ખિતાબને જાળવી રાખવા માટે કતરમાં નવેમ્બરમાં આયોજિત પ્રતિયોગિતામાં પોતાનો જીવ રેડી દેશે. કતરમાં નવેમ્બર મહિનામાં આયોજિત ફિફા વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં 32 ટીમો જીતના વિશ્વાસ સાથે ઉતરશે, જે આશરે એક મહિના સુધી કતરના વિવિધ સ્ટેડિયમમાં મેચ રમશે. જેમાં ફ્રાન્સ, બ્રાઝિલ અને જર્મનીની ટીમો પર લોકોની ખાસ નજર રહેશે. આ સિવાયની અનેક એવી ટીમ છે, જે અપસેટ સર્જી ખિતાબ પર પોતાની દાવેદારી નોંધાવી શકે છે.

અત્યાર સુધીની ચેમ્પિયન ટીમ

ફિફાના અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ તો 19 વિશ્વકપ ટુર્નામેન્ટમાં 8 ટીમ જ પોતાની દાવેદારી નોંધાવી શકી છે. જેમાં બ્રાઝિલ અત્યાર સુધીમાં 5 વિશ્વકપમાં પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યું છે અને અત્યાર સુધીના દરેક ફિફા વર્લ્ડકપમાં સ્થાન લેનારી એકમાત્ર ટીમ છે. આ ઉપરાંત વિશ્વકપ વિજેતા ટીમની વાત કરીએ તો ઈટલીના નામે 4, જર્મનીના નામે 4 અને આ સિવાય આર્જેન્ટિના, ફ્રાન્સ અને ઉરુગ્વેના નામે 2-2 ટાઈટલ્સ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે ઇંગ્લેન્ડ અને સ્પેન 1-1 વખત ટાઈટલ્સ જીતી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments