સામગ્રી
- દૂધ એક લીટર
- કાજુના ટુકડા એક કપ
- બદામના ટુકડા એક કપ
- પિસ્તાના ટુકડા એક કપ
- અંજીર આશરે બારેક નંગ
- કેસર વધુમાં વધુ પા ટી સ્પૂન
- કાજુ, બદામ, પિસ્તા અને અંજીરના મિક્સ ટુકડા એક કપ
- પીસેલી ખાંડ પોણો કપ
- બરફના ટુકડા બે પ્લેટ
રીત
ડ્રાયફ્રૂટ પંચ સર્વ કરવાના દોઢ કલાક પહેલાં દૂઘને એક પેનમાં ગરમ કરવા મૂકો. તેમાં પોણો કપ પીસેલી ખાંડ અને કેસર નાંખી દો. દૂધને એક ઊભરો આવે એટલે ગેસ બંધ કરી દો. એ પછી આશરે અડધા કલાક બાદ દૂધને ફ્રિઝમાં ઠંડુ કરવા મૂકી દો. હવે કાજુ, બદામ અને પિસ્તાના એક કપ ટુકડાનો મિક્સરમાં ભૂકો કરી નાંખો અને તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ મિક્સરમાં અંજીરનો માવો બનાવી નાંખો અને એક નાના બાઉલમાં કાઢી લો. દૂધમાં ડ્રાયફ્રૂટનો ભૂકો નાંખીને મિક્સીથી બધું મિક્સ કરી નાંખો અને દૂધને સર્વિંગ ગ્લાસમાં ભરો. દરેક ગ્લાસમાં કાજુ, બદામ, પિસ્તા અને અંજીરના મિક્સ ટુકડા અને બરફના ક્યુબ નાંખીને સર્વ કરો.