સામગ્રી
- દૂધ એક લીટર
- ચોકલેટ પાઉડર એક ટેબલ સ્પૂન
- કોકો પાઉડર એક ટેબલ સ્પૂન
- ચોકો ચિપ્સ એક કપ
- ખાંડ અડધો કપ
- બરફનો ભૂકો બે કપ
રીત
દૂધને એક પેનમાં કાઢી લો તેમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, ખાંડ અને બરફનો ભૂકો નાંખો. આ મિશ્રણમાં આશરે પાંચેક મિનિટ સુધી હેન્ડ મિક્સી ફેરવો જેથી આ મિશ્રણ એકરસ થઈ જાય. આ પંચને ફ્રિઝમાં ઠંડું કરવા માટે મૂકી દેવું. સર્વ કરતી વખતે આ મિશ્રણમાં બરફનો ભૂકો નાંખવો અને હેન્ડ મિક્સી ફેરવી દેવી. પંચથી આશરે પોણો ગ્લાસ ભરવો અને તેની પર ચોકલેટ ચિપ્સ ભભરાવવી અને બરફના ટુકડા નાંખીને પંચ સર્વ કરવું.