આધુનિક સમયમાં ફોન અને ઇન્ટરનેટથી દૂર રહેવું અશક્ય છે છતાં જો નેટનો ઉપયોગ ન કરતા હો ત્યારે ફોનમાં નેટ બંધ રાખવું હિતાવહ છે. આજકાલ દરેક માહિતી ફોન, લેપટોપ અને કમ્પ્યુટરમાં હોય છે, પરંતુ બધી જ કુકીઝને એેકસેપ્ટ કરીએ તો માહિતીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. નેટ કે ફોનના વપરાશમાં જરા સરખી પણ ભૂલ રહી જાય તો, ઓનલાઇન ડેટાના અયોગ્ય ઉપયોગ દ્વારા તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડેટાની સુરક્ષા માટે અહીં કેટલાંક પગલાં જણાવાયાં છે.
મોબાઇલ ડિવાઇસમાં ડેટાની સુરક્ષા માટે તમારો 15 અંકનો IMEI નંબર નાંખો. મોબાઈલ ફોનની ચોરી થાય કે મોબાઈલ ગુમ થાય તો આ નંબર પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ઉપયોગી થશે. ઑટોમૅટિક રીતે લૉક કરવા માટે ઑટોલૉકનો ઉપયોગ કરો અથવા તમે પાસકોડ-સિક્યોરિટી પેટર્નનો ઉપયોગ કરીને કીપેડને લૉક રાખી શકો છો. સિમ કાર્ડને લોક કરવા પણ પીનનો ઉપયોગ કરો, જેથી ફોન ચોરી થાય ત્યારે સિમનો મિસયુઝ ન થાય. મેમરી કાર્ડને પણ સેફ રાખવા માટે પાસવર્ડનો ઉપયોગ કરો. કયારે પણ મોબાઇલનો ઉપયોગ ન હોય ત્યારે ફોનને લોક રાખો અને નેટ પણ બંધ રાખો. ડેટાનો બેકઅપ અચુક રાખો.
બધી કુકીઝને એેકસેપ્ટ ન કરો
આપણે બધી જ વેબસાઇટની કુકીઝને એેકસેપ્ટ કરવી જોઈએ નહી. કુકીઝની મદદથી તમારી બધી જ માહિતી તે વેબસાઇટ પાસે પહોંચી જાય છે. સમય જતા તે લોકો આ જાણકારીનો દુરપયોગ પણ કરી શકે છે. આ પ્રકારના ફ્રોડથી સુરક્ષિત રહેવા તમારી જાણીતી વેબસાઇટની કુકીઝને એેકસેપ્ટ કરવી જોઇએ. શક્ય હોય ત્યાં સુધી કુકીઝને એેકસેપ્ટ ન કરવી જ બરાબર છે.
સ્પેમ મેસેજ બ્લોક કરો
સ્પેમ કોલ્સ અને મેસેજને બ્લોક કરવાની બે પદ્ધતિ છે. સૌથી પહેલાં મેસેજિંગ એપ પર જાઓ અને start ટાઈપ કરો અને તેને 1909 પર મોકલો. બીજી રીત તમારા ફોન પરથી 1909 પર કૉલ કરો. ફોન પરની સૂચનાઓને અનુસરીને ડુ નોટ ડિસ્ટર્બ (DND) સેવાને એક્ટિવ કરો. આ બંને પદ્ધતિઓથી તમારા ફોન પર આવનારા કૉલ્સ અને સંદેશાઓ ખૂબ જ ઓછા થઈ જશે. Truecaller અથવા કૉલ બ્લૉકર જેવી કેટલીક એપ્સની મદદથી તમે સ્પેમ શોધી શકો છો.
ઘણી એપ અમારા ફોટોઝ (સ્નેપ), તમારા તરફથી મેસેજની એક્સેસ માગે છે. આવા કિસ્સામાં જાણીતી ન હોય તેવી વેબ કે એપ પર ફોટોઝ આપવા નહીં. મેસેજ એક્સેસ તમને ન મળે તો સંપૂર્ણ જાણકારી વગર મેસેજ કરવા નહીં. આ ઉપરાંત મેસેજ મેળવવા બાબતે કેટલીક એપ પર એક્સેસ જરૂરી છે. તમે જેટલી વધુ ઍક્સેસ રાખશો તેટલો લાંબો સમય તમારો ડેટા અકબંધ રહેશે.