Homeઓટો - ટેકઆવી ગઈ છે પલ્સર N160 બે વેરિઅન્ટમાં

આવી ગઈ છે પલ્સર N160 બે વેરિઅન્ટમાં

રજૂ કરવામાં આવી છે બજાજ પલ્સર N160 બે વેરિઅન્ટમાં. આ બાઈકની પ્રારંભિક કિંમત રૂ. 1.23 છે. લો જાણો તેના ફીચર્સ વિશે.

બજાજ ઓટોની નવી બજાજ પલ્સર N160 ઈન્ડિયન ઓટો માર્કેટમાં લોન્ચ થઈ છે. આ બાઈકની પ્રારંભિક કિંમત રૂપિયા 1.23 લાખ (એક્સ-શોરૂમ) છે. સિંગલ ચેનલ ABS વર્ઝનમાં કેરિબિયન બ્લુ, રેસિંગ રેડ અને ટેક્નો ગ્રે તેમાં કલર ઓપ્શન મળે છે. ડ્યુઅલ ચેનલ ABS વર્ઝનમાં બ્રુકલિન બ્લેક શેડ પણ મળે છે.

નવી પલ્સર N160 બાઈકમાં સિંગલ ચેનલ ABS (anti-lock braking system) અને ડ્યુઅલ ચેનલ ABS છે. તેના ડ્યુઅલ વેરિઅન્ટની કિંમત 1.28 લાખ રૂપિયા છે.

ફીચર્સ અને દેખાવ

પલ્સર N160 સ્ટાઈલિંગમાં મોટી પલ્સર N250ની જેવી છે. આ નવા મોડલમાં પણ સિંગલ LED પ્રોજેક્ટ હેડલેમ્પને સપોર્ટ કરે છે. બંને તરફ સ્લિમ LED ડે – ટાઈમ રનિંગ લેમ્પ્સ છે. બજાજ N250માં ફ્યુઅલ ટેંક, ટેંક એક્સટેન્શન, સ્પિલટ સીટ, અલોય વ્હીલ અને ટેલ લાઈટ જેવા એલિમેટ્સ છે. N250 પર સાઈડ-સ્લંગ યુનિટની જગ્યાએ એક અંડરબેલી એક્ઝોસ્ટ મળે છે.

આ ઉપરાંત બજાજ પલ્સર N160માં 14 લીટરની ફ્યુઅલ ટેંક અને એક ડિજી-એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જે ગિયર સ્ટેટસ, વૉચ, ફ્યુઅલ ઈકોનોમી અને રેન્જને ડિસ્પ્લે કરે છે. આ બાઈકમાં એક USB ચાર્જિંગ પોર્ટ પણ છે.

એન્જિન અને ગિયરબોક્સ

નવી બજાજ પલ્સર N160માં એક નવા 164.82 cc, 2-વાલ્વ, ઓઈલ-કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન પણ છે. 8,750 Rpm (revolution/rotations per minute) પર 16 Bhp (Brake Horse Power) પાવર અને 6,750 Rpm પર 14.65 Nm (Newton metres) ટૉક જનરેટ કરે છે અને તેની સાથે 5-સ્પીડ ગિયરબોક્સ જોડવામાં આવ્યા છે.

નવી બજાજ પલ્સર N160માં જૂની બજાજ પલ્સરમાં છે તે NS160 160 cc, 4 વાલ્વ એન્જિનનો ઉપયોગ નથી થયો અને નવા મોડલનું એન્જિન જૂના મોડલના એન્જિન કરતાં 1.2 Bhp ઓછો પાવર જનરેટ કરે છે જોકે આ બંને એન્જિન એક જ જેવા દેખાય છે.

રિઅરમાં મોનો શૉક સસ્પેન્શન

પલ્સર N160માં 37mm ટેલિસ્કોપિક ફોર્ક અપ ફ્રન્ટ અને રિઅરમાં મોનો શૉક છે. મોટરસાયકલમાં 100/80-17 ફ્રન્ટ ટાયર અને 130/70-17 રિઅર ટાયરની સાથે 17 ઈંચના વ્હીલ્સનો

ઉપયોગ કરાયો છે. બ્રેકિંગ માટે ડ્યુઅલ ચેનલ ABS વર્ઝનમાં 300mmની ફ્રન્ટ ડિસ્ક આપવામાં આવી છે. સિંગલ ચેનલ ABS વર્ઝનમાં 280  mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને બંને વેરિઅન્ટ્સના રિઅરમાં 230 mmની રિઅર ડિસ્ક મળે છે. સિંગલ ચેનલ ABS વર્ઝનનું વજન 152 કિ.ગ્રા. છે અને ડ્યુઅલ ચેનલ ABS વર્ઝનનું વજન 154 કિ.ગ્રા. છે.

માર્કેટમાં આ બાઈક માટે યમાહા FZ, TVS અપાચે RTR 160 4V અને સુઝુકી ઝિક્સર જેવાં વિકલ્પ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments