નવી સ્કોર્પિયો એનની ઓટો વર્લ્ડમાં ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. SUV રેન્જમાં આવતી આ કાર સૌથી મોટી SUV કાર છે. કારની કિંમત 12 લાખ રૂપિયા (એક્સ શો રૂમ કિંમત)થી શરૂ થાય છે. નવી મહિન્દ્રા સ્કોર્પિયો એન 2750 Nm વ્હીલ બેઝ સાથે હાલની સ્કોર્પિયો કરતાં લાંબી અને પહોળી છે. આ મહિન્દ્રા સ્કોર્પિયો એનની બેઠક વ્યવસ્થા અત્યંત સુવિધાજનક છે. નવી મહિન્દ્રા સ્કોર્પિયો એનની લંબાઈ 4,662 Nm છે. નવી સ્કોર્પિયો એનની બેઠક વ્યવસ્થા બે પ્રકારે મળી રહે છે. આ કાર છ જણા અને સાત જણા એમ બંને બેઠક વ્યવસ્થાવા વિકલ્પ સાથે માર્કેટમાં આવી છે.
4 મીટરથી વધુ મોકળાશ ધરાવતી આ કાર તેની હરોળની એસયુવીમાં ઘણી મોકળી કાર છે. 1917 Nmની પહોળાઈ સાથે, મહિન્દ્રા સ્કોર્પિયો એન વર્તમાન સ્કોર્પિયો કરતાં 100 Nm પહોળી છે. ૨.૨ લીટર ડિઝલ એન્જિનમાં પણ બે વિકલ્પ સાથે આ કાર ઉપલબ્ધ છે. વિકલ્પ એક એ છે કે 6-સ્પીડ મેન્યુઅલના ઉપયોગ સાથે 175 PS (PferdStarke) ડીઝલ કે પેટ્રોલ મિલને વૈકલ્પિક ફોર-વ્હીલ ડ્રાઇવટ્રેન સાથે કાર મળે છે. બીજો વિકલ્પ એ કે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ કારમાં મળશે.
27મી જૂનથી નવી સ્કોર્પિયો એન માર્કેટમાં મળશે. નવી સ્કોર્પિયો એન 2.0 લીટર ટર્બો પેટ્રોલ અને 2.2 લીટર ડીઝલ સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અથવા 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે. મહિન્દ્રા સ્કોર્પિયોમાં સુવિધા વિશે વાત કરીએ તો કારમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને 360 ડિગ્રી બેક કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ કારમાં સ્ટિયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, નોન-પેનોરેમિક સનરૂફ અને સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ મળશે.
કારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મલ્ટીપલ એરબેગ્સ, રિઅર પાર્કિંગ કેમેરા, હિલ આસિસ્ટ કંટ્રોલ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) આપવામાં આવી છે.