આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે આજકાલ જે ઘર બાંધવામાં આવે છે તે બધાં એક દરવાજાનાં બનેલાં હોય છે. ઘરના પ્રવેશદ્વારને ન તો ડિઝાઇન કરવામાં આવે છે અને ન તો ઊંબરો બનાવવામાં આવે છે. તમે મંદિરોમાં જોયું હશે કે એકથી વધારે દરવાજા હશે. મંદિરમાં પ્રવેશ કરવા માટે બે દરવાજા હોય છે. સાથે દરેક મંદિરમાં ઊંબરો તો જોવા મળે જ છે.
જો આપણે આપણા ઘરનો મુખ્ય દરવાજો દ્વિપક્ષી બનાવીએ અને ઊંબરો પણ બનાવીએ તો આપણે ઘણા દુષ્ટ પ્રભાવોને અટકાવી શકીએ છીએ. ઘરમાં કોઈ વ્યક્તિ પ્રવેશે તો ઊંબરો ઓળંગીને જ આવતી હોય છે. પહેલાના સમયમાં ઊંબરાની પૂજા કરવાનો રિવાજ હતો, તેથી જો આપણે પણ આપણા ઘરમાં ઊંબરો બનાવીએ તો ઘણાં અશુભ પરિણામોથી બચી શકાય છે.
વાસ્તુશાસ્ર અનુસાર દરવાજા માટેના નિયમો:
- દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે અવાજ ન કરવો જોઈએ.
- મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ બનાવવો.
- ઘરના મુખ્ય દરવાજા સામે દાદર ન હોવો જોઈએ.
- મુખ્ય દરવાજો મધ્યમાં નહીં, પરંતુ જમણી અથવા ડાબી તરફ હોવો જોઈએ.
- મુખ્ય દરવાજાની સામે ઝાડ, દીવાલ, થાંભલા જેવી વસ્તુ ન હોવી જોઈએ.
- ઘરના મુખ્ય દરવાજાનો ઊંબરો રસ્તા કરતાં ઊંચો હોવો જોઈએ.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો એવી રીતે બનાવવો કે તે ઘરની તરફ એટલે કે અંદરની તરફ ખૂલે. મુખ્ય દરવાજો બહારની તરફ ખૂલતો હોય તો સમસ્યાનો સામનો કરવો પડે છે.