અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ‘થૅન્ક ગૉડ’ દિવાળી પર રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ પહેલાં જુલાઈમાં રીલીઝ થવાની હતી, પરંતુ હવે એને દિવાળી પર રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે અને ઇન્દ્ર કુમારે ડિરેક્ટ કરી છે. આ એક સ્લાઇસ ઑફ લાઇફ ફિલ્મ છે જેમાં એક મેસેજ પણ આપવામાં આવ્યો છે. ફિલ્મમાં નોરા ફતેહીનું એક ડાન્સ સોંગ પણ હશે. શ્રીલંકાની સિંગર યોહાનીનું ગીત ‘મનિકે માગે હિતે’ના રીમેકનું તેણે શૂટિંગ કર્યું હોવાની પણ ચર્ચા છે.
અજયની ‘થેન્ક ગોડ’ની સાથે અક્ષય કુમારની ફિલ્મ ‘રામસેતુ’ પણ આ દિવાળી પર રિલીઝ થવાની છે. અભિષેક શર્મા દ્વારા નિર્દેશીત કરવામાં આવેલી આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત જૈકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરુચા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.
અજય દેવગન અને અક્ષયકુમારનો ચાહકવર્ગ મોટો છે ત્યારે જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટવીટર હેંડલ પર બે દિગ્ગજો વચ્ચે કાંટાની ટક્કર થવાની વાત કરી છે.