Homeધર્મઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, પરિવારમાં શાંતિ, આવકમાં પણ વધારો...

ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, પરિવારમાં શાંતિ, આવકમાં પણ વધારો થશે

વાસ્તુશાસ્ત્રમાં ઘરની સકારાત્મક અને નકારાત્મક ઊર્જા માટે ઘણું બધું કહેવામાં આવ્યું છે. આજે અમે તમને ઘરના મુખ્ય દરવાજા સાથે સંબંધિત વાસ્તુશાસ્ત્રના નિયમો બતાવી રહ્યા છીએ. ઘરનો મુખ્ય દરવાજો તે જગ્યા છે જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે, તેથી ઘર બનાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન.

દરેક વ્યક્તિને સુખી અને સમૃદ્ધ જીવન જીવવાની આશા હોય છે, જે અંગે વિજ્ઞાનમાં પણ કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જ્યારે પણ તમે ઘરનો મુખ્ય દરવાજો લગાવો ત્યારે દરવાજાની નીચે ચાંદીનો તાર લગાવવો જોઈએ, જેને વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે. ચાંદીનો તાર લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ધનની ખોટ વરતાતી નથી.

  • દ્વાર પર માતા લક્ષ્મીના પગનાં નિશાન લગાવવાં જોઈએ, આના કારણે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
  • મુખ્ય દ્વાર પર તેમનો ફોટો પણ લગાવી શકો છો. આ ઉપાય કરવાથી આર્થિક તંગી આપોઆપ દૂર થઈ જાય છે.
  • ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવું જોઈએ. તોરણ આસોપાલવ કે આંબાનાં પાનનું બનાવવું જોઈએ. દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી કોઈપણ વ્યક્તિની ખરાબ નજર લાગતી નથી, તેમજ ઘરમાં અનાજ ભરેલું છે.

ચાંદી શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે. સાથે ઘરમાં શાંતિપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ બનાવવા મદદ કરે છે. આ ઉપાયથી પરિવારમાં એકબીજા વચ્ચે મતભેદો ટળે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમમાં વધારો થાય છે. એક એવી પણ માન્યતા છે કે ઘરનો દરવાજો લાકડાથી બનેલો હોવો જોઈએ. તેનાથી ખરાબ વસ્તુ કે ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી.

સ્વસ્તિક અને શુભ લાભઃ-

આર્થિક પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે તમે તમારા મુખ્ય દરવાજાની સામે શુભ-લાભની નિશાની ધરાવતું સ્વસ્તિક પણ રાખી શકો છો. વાસ્તુ અનુસાર તેને મુખ્ય દરવાજાની જમણી બાજુએ રાખવું શુભ છે. દરવાજાને ઓમ, સ્વસ્તિક જેવાં ધાર્મિક ચિહ્નથી શણગારવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે, તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.

ખાસ ધ્યાન રાખો કે ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન બનાવો જોઈએ. કાળો રંગ નકારાત્મક ઊર્જા આકર્ષે છે. સાથે એ પણ માનવામાં આવે છે કે કાળો રંગ લગાવવામાં આવે તો ઘરના વડીલો તણાવમાં રહે છે અને ઘરમાં અશાંતિ રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments