Homeગુજરાતશું છે ભારતીય રણજી ટ્રોફીનો ઇતિહાસ, કોણ છે ફાધર ઓફ ક્રિકેટ?

શું છે ભારતીય રણજી ટ્રોફીનો ઇતિહાસ, કોણ છે ફાધર ઓફ ક્રિકેટ?

રણજિતસિંહના અમૂલ્ય યોગદાનને યાદ કરતાં અંગ્રેજો દ્વારા કરવામાં આવી રણજી ટ્રોફીની શરૂઆત

ભારતમાં રણજી ટ્રોફીની શરૂઆત 1934માં થઈ હતી, જે ભારતીય ક્રિકેટજગતના જનક રણજિતસિંહની યાદમાં શરૂ કરવામાં આવી હતી. 1933માં મૃત્યુ પહેલાં જામ રણજિતસિંહે ભારતીય ક્રિકેટને આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરતાં અંગ્રેજો દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી.

રણજિતસિંહ તેમના કાર્યકાળમાં 307 ફર્સ્ટક્લાસ મેચ રમ્યા, જેમાં 56ની એવરેજથી તેમણે 24,692 રન બનાવ્યા. તેમના આ શાનદાર ક્રિકેટ કરિયરમાં તેમણે 72 સદી અને 109 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત તેઓ 4 વર્ષ સુધી ભારતીય બ્રિટિશ ટીમના કેપ્ટન તરીકે પણ રહ્યા હતા.

અંગ્રેજોની આશાથી ઉપર રહ્યા જામ રણજિતસિંહ

ક્રિકેટર જામ રણજિતસિંહે ગુલામ ભારતમાં રહી બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાનું એક મહત્ત્વનું સ્થાન બનાવ્યું અને અનેક મેચ તેમણે જીતાડી. અંગ્રેજોએ ક્યારેય વિચાર પણ નહોતો કર્યો કે તેમની પોતાની રમત ક્રિકેટમાં એક ભારતીય ખેલાડી એવું તો કાઠું કાઢશે કે દેશ-દુનિયામાં તેમના નામનો ડંકો વાગશે.

અહીં થયો હતો જન્મ

જામ રણજિતસિંહનો જન્મ નવાનગર રાજ્યના સદોદર ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવનસિંહ અને દાદાનું નામ ઝાલમસિંહ હતું, જેઓ નવાનગરના મહારાજા જામસાહેબ વિભાજી જાડેજાના પરિવારમાંથી હતા.

નાનપણથી શોખ હતો ખેલાડી બનવાનો

રણજિતસિંહને નાનપણથી ટેનિસ પ્લેયર બનવાનો શોખ હતો. જોકે અભ્યાસ માટે તેઓ જ્યારે ઇંગ્લેન્ડ ગયા અને મોટા થતા ગયા તેમ તેમનો ક્રિકેટ માટેનો રસ વધી ગયો. ઉપરાંત ઇંગ્લેન્ડમાં ક્રિકેટનો ભારે ક્રેઝ જોઈને તેમણે ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો.

ટીમમાં સ્થાનને લઈને રણજિતસિંહનો વિરોધ

રણજિતના સારા પ્રદર્શનને લઈને જ્યારે 1896માં તેમનું ઇંગ્લેન્ડની ટીમમાં સિલેક્શન થયું, ત્યારે લૉર્ડ હૅરિસે તેમનો ભરપુર વિરોધ કર્યો હતો. લૉર્ડ હૅરિસનું કહેવું હતું કે રણજિતસિંહનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો ન હોવાથી તેઓ ઇંગ્લેન્ડની ટીમ માટે રમી ન શકે. જોકે લૉર્ડ હૅરિસના વિરોધ છતાં જામ રણજિતસિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો, જેમાં તેમણે શાનદાર રમત બતાવી હૅરિસનું મોઢું સીવી દીધું. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની દ્વિતીય અને તેમની પ્રથમ મેચ રમતાં તેમણે ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ 62 રન બનાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments