Homeઆંતરરાષ્ટ્રીયગામા પહેલવાન – પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન પહેલવાન

ગામા પહેલવાન – પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન પહેલવાન

ગામા પહેલવાન કહેવાતા રુસ્તમ-એ-હિન્દ

ભારતમાં કુશ્તી અને પહેલવાનની વાત થાય, એટલે તરત જ દારાસિંહનું નામ સહુને યાદ આવે છે. પરંતુ શું તમને ખબર છે ભારતમાં કુશ્તીને મહત્ત્વનું સ્થાન અપાવવામાં દારાસિંહ કરતાં પણ મોટો ફાળો છે ગુલામ મોહમ્મદ બખ્શ એટલે કે ગામા પહેલવાનનો. જેમને કહેવામાં આવતા હતા રુસ્તમ-એ-હિન્દ.

નાનપણથી કુશ્તીનો શોખ

22 મે 1878માં પંજાબના અમૃતસરમાં જન્મેલા ગામા પહેલવાનને નાનપણથી કુશ્તીનો શોખ હતો. 1888માં તેમણે 10 વર્ષની ઉંમરમાં જ જોધપુરમાં આયોજિત પ્રતિયોગિતામાં ભાગ લીધો અને દેશભરના 450 પહેલવાનો વચ્ચે 15મો ક્રમાંક મેળવ્યો. જે બાદ જોધપુરના મહારાજે તેમને જ વિજયી ઘોષિત કર્યા અને તેમના પાલનપોષણનો પ્રારંભ કર્યો.

 

 

ગામા પહેલવાનનો નાનપણથી જ સંઘર્ષ

અમૃતસરના જબ્બોવાલ ગામમાં જન્મેલા ગુલામ મોહમ્મદ બખ્શ જ્યારે 6 વર્ષના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું, જે બાદ નાનાજી નુન પહેલવાને તેમનો ઉછેર કર્યો. નાનપણથી જ પહેલવાનીનો શોખ હોવાથી મામા ઈડા પહેલવાને તેમને તાલીમ આપવાની શરૂ કરી, જેણે તેમને વિશ્વવિખ્યાત બનાવી દીધા. ગામા પહેલવાનની બે પત્નીઓ હતી, જેમાં એક પાકિસ્તાનમાં હતી, તો બીજી વડોદરામાં હતી.

ગામાની કારકિર્દી

નાનપણથી મામા ઈડા પહેલવાને ગામાને પથ્થરના ડમ્બલથી તાલીમ આપવાની શરૂઆત કરી. જોધપુરની વિખ્યાતી બાદ દેશમાં પહેલવાની ક્ષેત્રે તેમના નામનો ડંકો વાગવા લાગ્યો. ત્યાં સુધી કે અમેરિકાના જૈવિસ્કોને પણ હરાવી તેમણે વિશ્વમાં ખ્યાતિ મેળવી. એક તબક્કો એવો પણ આવ્યો કે ગામાને દુનિયામાં કોઈ હરાવી શકતું નહોતું. માત્ર એક વખત કોલકાતાના દંગલમાં મથુરાના પહેલવાન ચંદ્રસેન ટિક્કીવાલાએ કુશ્તીનો દાવ મારી ગામાને બેભાન કરી પ્રતિયોગિતા જીતી હતી.

દેશના ભાગલામાં ગામા ગયા પાકિસ્તાન

ગામા પહેલવાનની ઝળહળતી કારકિર્દી દરમિયાન ભારત-પાકિસ્તાનના ભાગલા પડતાં તેઓ પરિવાર સાથે લાહૌર જતા રહ્યા, જ્યાં તેમની કારકિર્દી કંઈ ખાસ વધી ન શકી. આખરે 1960માં ગામા પહેલવાનનું પાકિસ્તાનમાં જ નિધન થયું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments