ચટાકેદાર કોબી બટેટાં
સામગ્રી
- ફુલાવર ૨૦૦ ગ્રામ
- બટેકા ૨૦૦ ગ્રામ
- આમચુર પાવડર એક ચમચી
- દહીં અડધું બાઉલ
- ડુંગળી અડધો કપ
- આદુ-લસણની પેસ્ટ ૧ ચમચી
- લીલા મરચું ૧ નંગ ઝીણું સમારેલું
- રાઈ અડધી ચમચી
- હળદર જરૂર મુજબ
- મીઠું સ્વાદ અનુસાર
- કોથમીર સજાવટ માટે
મસાલા માટે
- જીરું અડધી ચમચી
- વરિયાળી બે ચમચી
- આખા ધાણા ૧ ચમચી
લાલ સૂકા મરચાં ૨ નંગ - કાળા તલ એક ચમચી
- લાલ મરચું એક ચમચી
રીત
એક નોનસ્ટીક પેનમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં સમારેલા બટાકા અને ફુલાવરના ટુકડાં ઉમેરીને વાસણને ઢાંકી દો. ૧૫થી ૨૦ મિનિટ પછી વેજિટેબલ્સને ગાળી લો. હવે બીજા પેનમાં તેલ ગરમ કરવા મૂકો અને તેમાં કાળા તલ, વરિયાળી, લાલ મરચાં, જીરું, આખા ધાણા શેકી લો. ૫ મિનિટ શેક્યા બાદ મસાલા ઠંડા પડવા દો. હવે આ શેકેલા મસાલાને મિક્સીમાં બ્લેન્ડ કરી લો. પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બાફેલા બટાકા અને ફુલાવર ઉમેરી તેમાં મીઠું, હળદર, ડુંગળી નાંખી હલાવો. ૨ મિનિટ બાદ તેમાં તૈયાર કરેલો શેકેલો મસાલો ઉમેરી હલાવી લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને દહીં ઉમેરીને મિક્સ કરો. છેલ્લે આમચુર પાવડર ઉમેરીને ૨ મિનિટ હલાવી ગેસ બંધ કરો. સબ્જીને પરાઠા કે રોટલી સાથે સર્વ કરો.