ચીકુ માવા કેન્ડી
સામગ્રી
ચીકુનો પલ્પ ૨૫૦ ગ્રામ
દૂધ ૨૫૦ ગ્રામ
કન્ડેન્સ મિલ્ક ૨૦૦ ગ્રામ
મોળો માવો ૧૫૦ ગ્રામ
ચીકુ એસેન્સ ૧થી ૨ ટીપાં
મિલ્ક પાવડર ૧ ટેબલ સ્પૂન
રીત
નોનસ્ટીક વાસણમાં ચીકુનો પલ્પ ગરમ કરવા મૂકો એકાદ મિનિટ પછી તેમાં દૂધ મિક્સ કરો. ગેસ પર ધીમી આંચે ૧૦થી ૧૨ મિનિટ મિશ્રણ ઉકાળો. હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાવડર ઉમેરો અને પછી મોળો માવો ઉમેરો. બર્નર બંધ કરો. ત્યારબાદ કન્ડેન્સ મિલ્ક ઉમેરીને હલાવો અને મિશ્રણને ઠંડુ થવા દો. એકદમ છેલ્લે એસેન્સ ઉમેરો અને હલાવી લો. થોડુંક જાડું મિશ્રણ તૈયાર થાય પછી જ તેને કેન્ડી મોલ્ડમાં ભરીને ફ્રીજમાં ૧૨ કલાક માટે સેટ થવા મૂકો. ચીલ્ડ ચીકુ કેન્ડીને પ્લેટમાં લઇ સર્વ કરો.