Homeટોપ સ્ટોરીઝ‘હીરામંડી’ના એક એપિસોડ માટે ભણસાલીએ કરોડો લીધાં

‘હીરામંડી’ના એક એપિસોડ માટે ભણસાલીએ કરોડો લીધાં

દિગ્ગજ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની બહુપ્રતિક્ષિત વેબ સીરિઝ ‘હીરામંડી’થી ડિજિટલ વર્લ્ડમાં પદાર્પણ કરવાના છે. ‘હીરામંડી’ નેટફ્લિક્સની અત્યાર સુધીની સૌથી મોંઘી વેબ સીરિઝમાંથી એક માનવામાં આવે છે. નેટફ્લિક્સે દિગ્દર્શક ભણસાલીની ફી સહિત ‘હીરામંડી’ માટે લખલૂંટ પૈસા ખર્ચ કર્યાં છે.

દિગ્ગજ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની બહુપ્રતિક્ષિત વેબ સીરિઝ ‘હીરામંડી’થી ડિજિટલ વર્લ્ડમાં પદાર્પણ કરવાના છે. ‘હીરામંડી’ નેટફ્લિક્સની અત્યાર સુધીની સૌથી મોંઘી વેબ સીરિઝમાંથી એક માનવામાં આવે છે. નેટફ્લિક્સે દિગ્દર્શક ભણસાલીની ફી સહિત ‘હીરામંડી’ માટે લખલૂંટ પૈસા ખર્ચ કર્યાં છે.

‘હીરામંડી’ લાહોરની તવાયફોની ઈર્દ-ગિર્દ ઘૂમતી વેબ સિરીઝ છે. આ વેબ સિરીઝમાં બોલીવુડની નામાંકિત અભિનેત્રીઓ એક સાથે જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ વેબ સીરિઝ ડિજિટલ પ્લેટફોર્મ પર ભણસાલીની મેગ્નમ ઓપસ હશે. આ વેબ સીરિઝ માટે ફિલ્મસિટીમાં 1945ના લાહોરને બતાવતો એક ભવ્ય સેટ તૈયાર કરાયો છે જેની કિંમત રૂ. 1.75 કરોડ છે.

બોલીવૂડના સૂત્રોનું માનીએ તો ભણસાલી આ વેબ સીરિઝનો માત્ર પ્રથમ એપિસોડ ડિરેક્ટ કરશે અને આ એપિસોડ ડિરેક્ટ કરવાની ભણસાલીને 60-65 કરોડ રૂપિયા ફી મળી છે. વાતો છે કે સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, હુમા કુરેશી અને રિચા ચઢ્ઢાએ ‘હીરામંડી’માં કામ કરવા પોતાની રેગ્યુલર ફીમાં પણ થોડી બાંધછોડ કરી છે. ‘હીરમંડી’ માટે પુરુષ કલાકારોનું કાસ્ટિંગ જુલાઈ સુધીમાં થઈ જશે એવું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Indian Talents (@indiantalents_media)

ભણસાલીના પ્રોડકશનમાં નિર્માણ થઈ રહેલી ‘હીરામંડી’નો પ્રથમ એપિસોડ ખુદ સંજય લીલા ભણસાલી ડિરેકટ કરવાના હતા અને અન્ય છ એપિસોડ વિભુ પુરી ડિરેકટ કરવાના હતા, પરંતુ હવે વિભુ પુરીને બદલે ‘બાજીરાવ મસ્તાની‘ અને ‘પદ્માવત‘માં ભણસાલીને આસિસ્ટ કરી ચૂકેલા મિતાક્ષરા કુમાર બાકીના છ એપિસોડ ડિરેકટ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments