Homeઓફબીટએપલ બનાના ચીકુ પોરિજ

એપલ બનાના ચીકુ પોરિજ

એપલ બનાના ચીકુ પોરિજને સર્વ કરતી વખતે તેની સજાવટ ખૂબ જ આકર્ષણ જમાવે છે. તેથી કાજુ બદામ અને પિસ્તાની કતરી ઉપરાંત રેડ ચેરી પણ તેની ઉફર મૂકી શકાય.

એપલ બનાના ચીકુ પોરિજ

સામગ્રી

  • કેળાંની સ્લાઈસ ૧ કપ
  • ચીકુનાં કટકા અડધો કપ
  • સફરજનનાં ટુકડાં અડધો કપ
  • પા કપ ફાડા ઘઉં-ધોઈને નીતારેલા
    પા કપ ક્વિક કુકિંગ રોલ્ડ ઓટ્સ
  • ૨ કપ લો-ફેટ મિલ્ક
    ૨ ટીસ્પૂન લો-ફેટ માખણ
  • ૧ ટેબલસ્પૂન બુરુ ખાંડ અથવા દળેલી સાકર
  • પા ટી સ્પૂન તજ પાવડર
  • કાજુ, બદામ, પિસ્તાની કતરી એક ચમચો

રીત

પ્રેશર કૂકરમાં માખણ ગરમ કરવા મૂકો માખણ પીગળે એટલે તેમાં ફાડા ઘઉં ઉમેરો અને તેને ધીમા તાપે ૧ મિનિટ સુધી ફાડા સાંતળો. હવે તેમાં ઓટ્સ ઉમેરીને ધીમા તાપે વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો. હવે તેમાં દૂધ અને ૧ કપ પાણી ઉમેરો અને પ્રેશર કૂકરની બે સીટી સુધી રાંધી લો. પ્રેશર કૂકરનું ઢાંકણું ખોલતાં પહેલાં તેની વરાળ નીકળી જવા દો. હવે તેમાં સાકર અને તજનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો અને ઠંડું પડવા દો. ઓછામાં ઓછું ૧ કલાક રેફ્રીજરેટરમાં રાખો. પીરસવાના તુરંત પહેલા કેળાં, ચીકુ, અને સફરજ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. સર્વ કરતી વખતે કાજુ બદામ અને પિસ્તાની કતરીથી ઉપર સજાવટ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments