Homeઓફબીટફરાળી રોટી રોલ

ફરાળી રોટી રોલ

ફરાળી રોટી રોલ એવી વાનગી છે કે તે ફરાળમાં લઈ શકાય અને મહેમાનોને ઉપવાસમાં પીરસીએ તો નવીન પણ લાગે.

ફરાળી રોટી રોલ

સામગ્રી

  • પલાળેલા સાબુદાણા અડધો કપ
  • બાફેલું કાચું કેળું ૧ નંગ
  • લીલું મરચું ૧ નંગ સમારેલું
  • ટોમેટો સોસ ૧ ચમચો
  • ફરાળી લોટ અડધો કપ
  • મીઠું ટેસ્ટ પ્રમાણે
  • મરી ૧ ચમચી
  • દળેલી ખાંડ અડધો ચમચો
  • લીંબુ રસ અડધી ચમચી
  • કોથમીર ૧ ચોમચો
  • તીખો ફરાળી ચેવડો અડધો કપ
  • દાડમના દાણા પા કપ
  • ઘી-તેલ ૧ ચમચો
  • આદુ – કોથમીરની ચટણી ૧ ચમચો

રીત

સૌથી પહેલા ફરાળી લોટમાં સ્વાદ મુજબ મીઠું, અડધો ચમચો તેલ અથવા ઘી ઉમેરીને મિક્સ કરો અને જરૂર મુજબ પાણી લઇ રોટલીનો કણક બાંધી ઢાંકીને રાખો. હવે એક પેનમાં ઘી/તેલ ગરમ મૂકી દો. હવે તેમાં લીલા મરચાંના બારીક ટુકડાં નાંખો. ત્યારબાદ તેમાં કેળું છીણી લો. હવે પલાળેલા સાબુદાણા ઉમેરો. બરાબર મિક્સ કરીને તેમાં મીઠું, મરી પાવડર, લીંબુનો રસ, દળેલી ખાંડ ઉમેરો. ગેસ બંધ કર્યા પછી તેમાં તીખો ફરાળી ચેવડો અને દાડમ ઉમેરી હલાવો અને આ સ્ટફીંગને બાઉલમાં લઇ લો. હવે ફરાળી લોટમાંથી રોટલી વણીને પેનમાં શેકી લો. બન્ને સાઇડ ઘી લગાવીને શેકો અને પ્લેટમાં લઇ લો. હવે રોટલી પર આદુ-કોથમીરની ગ્રીન ચટણી લગાવીને ઉપરનું સ્ટફીંગ ભરી ટીથપીક લગાવી આ રોટીને તૈયાર કરો. ગરમાગરમ ફરાળી રોટી રોલ સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments