મહાન લેખક વિક્ટર હ્યુગોએ એક વક્તવ્યમાં કહ્યું છે કે, જિંદગી ખૂબ જ ટૂંકી છે અને તેમાંય આપણે તેને જવાબદારી વગર વેડફીને વધારે ટૂંકી કરીએ છીએ. કોઈ પણ કંપનીના ઉચ્ચ હોદ્દે બેઠેલા મેનેજરે તો પોતાને એ હક આપવો જ ન જોઈએ કે પોતે સમય વેડફે, કારણ કે તેના સમય સાથે તેની કંપનીનો અને કંપનીના અનેક કર્મચારીઓનો સમય પણ જોડાયેલો હોય છે. સમયના બચાવ સાથે ડેડલાઇનમાં કામ કરવાની ક્ષમતા અને કુશળતા એક કુશળ મેનેજરે કેળવવી જ પડે છે.
અમેરિકન વિચારક અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને સમય સાથે જોડાયેલો એક સુંદર વિચાર કહ્યો હતો કે, કોઈ પણ કઠિયારાએ પોતાનો ૬૦ ટકા સમય કુહાડીની ધાર કાઢવા આપવો અને ૪૦ ટકા સમય ઝાડ કાપવા માટે કાઢવો. કંપનીના મેનેજર માટે આ વાક્ય બ્રહ્મ વાક્ય સમાન છે. કંપનીની પ્રોડક્ટને તૈયાર કરવા માટે ક્યાં કેટલો સમય આપવો એ મેનેજરે વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી નક્કી કરીને પછી પ્રોડક્ટનું ઉત્પાદન કરવું જોઈએ. કોઈ પણ પ્રોડક્ટને તૈયાર કરવાથી લઈને ગ્રાહક સુધી પહોંચાડવા માટેના ચોક્કસ તબક્કા હોય છે. જેમ કે રો મટીરિયલ લેવું. તેમાંથી પાકો માલ તૈયાર કરવો એ પછી તેનું પેકેજિંગ અને એ પછી હોલસેલ કે રિટેલ પદ્ધતિથી તેનું વેચાણ. મુખ્ય વ્યવસ્થાપકે આ દરેક તબક્કે કેટલો સમય આપવો તેનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. એક વ્યવસ્થાપક જો સમયનું મહત્ત્વ સમજે તો શ્રેષ્ઠ સર્જન – પ્રોડક્ટ આપી શકે છે.
સમયનું મહત્ત્વ સમજો
RELATED ARTICLES