Homeઓફબીટપીઠી કે ઉપટનમાં કરો હળદરનો ઉપયોગ

પીઠી કે ઉપટનમાં કરો હળદરનો ઉપયોગ

કોઈ પણ પ્રસંગે હળદરને હિન્દુ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે કારણ કે હળદર આહારમાં તો અત્યંત ગુણકારી ગણવામાં આવે જ છે સાથે સાથે અનેક રોગનિવારક પણ છે. આજે આપણે હળદરથી નિખાર વિશે જાણીએ.

કોઈ પણ પ્રસંગે હળદરને હિન્દુ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે કારણ કે હળદર આહારમાં તો અત્યંત ગુણકારી ગણવામાં આવે જ છે સાથે સાથે અનેક રોગનિવારક પણ છે. આજે આપણે હળદરથી નિખાર વિશે જાણીએ.

પીઠીમાં હળદર

લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિમાં પીઠી કે ઉપટનમાં હળદરનો ઉપયોગ એટલા માટે કરાય છે કારણ કે તેનાથી ત્વચા સ્વસ્થ રહે છે અને ત્વચાના રોગમાં પણ રાહત રહે છે. ત્વચાના નિખાર માટે હળદર અકસીર છે. પીઠી બનાવવાની રીત પહેલાં તો હળદર લઈને તેમાં ચંદન બદામ કેસરને ગુલાબજળમાં પલાળીને મિશ્રણ બનાવવું. આ મિશ્રણમાં મગના લોટ અને તલના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. લગ્નના પંદર દિવસ પહેલાંથી જ જો વર વધૂ પીઠી લગાવે તો તેમના રૂપમાં કુદરતી રીતે જ નિખાર આવે છે.

રોજિંદો ઉપયોગ

સાબુ, બોડી વૉશનો રોજિંદા સ્નાન વખતે ઉપયોગ કરતાં ઘરે જ હળદરના ઉપટનનો ઉપયોગ પણ કરી શકાય છે. જેથી કુદરતી રીતે જ ત્વચા પર નિખાર આવશે. કોઈ પણ ઋતુમાં આ ઉપટનનો સ્નાન માટે ઉપયોગ કરી શકાય છે.

આ ઉપટન બનાવવા માટે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ લો તેમાં એક ટી સ્પૂન હળદર નાંખો. એક ટી સ્પૂન લીંબુનો રસ નાંખો. બે ટેબલ સ્પૂન પાણી નાંખો. આ મિશ્રણમાં પાણીની જગ્યાએ કાચા દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે.

રોજ આ ઉપટનથી સ્નાન કરવાથી ત્વચામાં ચમક આવશે. અન્ય એક ઉપટનની રીત પણ અહીં આપી રહ્યા છીએ.

એક ટેબલ સ્પૂન મુલતાની માટી, એક ટેબલ સ્પૂન મલાઈ, એક ટેબલ સ્પૂન દૂધ કે પાણી,  એક ટી સ્પૂન લીંબુનો રસ અને એક ટી સ્પૂન  હળદર આ મિશ્રણને બરાબર મેળવો. નહાતા પહેલાં પંદર મિનિટ આ ઉપટન ચહેરા પર તથા હાથ અને પગ પર લગાવો. લેપ લગાવ્યા બાદ પંદર મિનિટ પછી હુંફાળા પાણીથી સ્નાન કરી લો. અઠવાડિયામાં ત્રણેક વખત આ ઉપટનનો ઉપયોગ કરીને સ્નાન કરવાથી ત્વચામાં નિખાર આવશે.

હળદરના લેપથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર કરો

જો તમારી આંખોની નીચે કાળા કુંડાળા હોય તો તેને હળદરના લેપથી દૂર કરી શકાય છે. સૌપ્રથમ બે ચમચી હળદર લો તેમાં એક ચમચી લીંબુનો રસ, એક નાની ચમચી ચણાનો લોટ અને એક ચમચી ટામેટાંનો રસ ઉમેરો. આ ચાર વસ્તુને ભેળવી તેનો લેપ બનાવો. તૈયાર થયેલા લેપને આંખોની નીચે થયેલા કાળા કુંડાળા ઉપર 10 મિનિટ લગાવીને રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. આવું કરવાથી આંખોના કાળા કુંડાળા દૂર થઇ જશે.

નોંધઃ-

ત્વચાના નિખાર માટે હળદરના લેપનો ઉપયોગ સામાન્ય રીતે તમામ લોકો કરી શકે છે, પરંતુ ગર્ભવતી મહિલાઓએ, જામરના દર્દીઓએ તબીબોની સલાહ બાદ જ હળદરનું સેવન કરવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments