Homeઓફબીટહળદર છે અનેક રોગોમાં અકસીર

હળદર છે અનેક રોગોમાં અકસીર

હળદરનો આપણે સામાન્ય પણે શાકમાં નાખવામાં આવતા મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા આપણને થતી સામાન્ય શરદી કે ઉધરસમાં હળદરને દૂધમાં સેળભેળ કરીને તેનું સેવન કરવાથી શરદી, ઉધરસમાં રાહત મળે છે. આમ જ નિયમિત રીતે ગરમ પાણી અને હળદરનું સેવન કરવું જોઈએ કારણ કે ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતામાં વધારો કરે છે.

શું તમે જાણો છો કે હળદર આપણા શરીરમાં થતાં જાત-ભાતનાં રોગો માટે કેટલી ફાયદાકારક છે? જો તમને જાણ નથી તો આવો અમે તમને હળદરથી થતા કેટલાક ફાયદા વિશે જણાવીએ.

હળદરનો આપણે સામાન્ય પણે શાકમાં નાખવામાં આવતા મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા આપણને થતી સામાન્ય શરદી કે ઉધરસમાં હળદરને દૂધમાં સેળભેળ કરીને તેનું સેવન કરવાથી શરદી, ઉધરસમાં રાહત મળે છે. આમ જ નિયમિત રીતે ગરમ પાણી અને હળદરનું સેવન કરવું જોઈએ કારણ કે ગરમ પાણી અને હળદર પાચન ક્ષમતામાં વધારો કરે છે. જેમને ઝડપથી ખોરાકનું પાચન થતું નથી, એ લોકો માટે ગરમ પાણી અને હળદર એક સાથે લેવાથી પાચનતંત્ર પર સારી અસર પડે છે. શરીરમાં રહેલી બીમારીઓને હળદર જડમૂળમાંથી દૂર કરે છે. આ ઉપરાંત હળદરથી થતા કેટલાક ફાયદા વિશે અહીં વાત કરીએ.

હળદર છે મગજ માટે ફાયદાકારક

હળદરનું સેવન પાણી સાથે કરવાથી મગજ હંમેશા તંદુરસ્ત રહે છે. અલ્ઝાઈમર (યાદશક્તિ ઓછી થતી જવાનો રોગ) ભય પણ ઓછો રહે છે. હળદરને મગજ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

હળદર વાળા પાણીથી લોહી ચોખ્ખું થાય

હળદર વાળું પાણી પીવાથી લોહીને ચોખ્ખું રાખી શકાય છે. જે લોકો એવું માને છે કે તેમનું લોહી ચોખ્ખું નથી, તો એવાં લોકોએ સતત એક અઠવાડિયા સુધી હળદર વાળું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી લોહીમાં આવેલી અશુદ્ધિઓ સાફ થાય છે. લોહીને શુદ્ધ બનાવે છે.

હળદર વાળા પાણીથી સોજા ઓછા થાય

જો તમારે શરીરમાં થતા સોજા ઓછા કરવા હોય તો ગરમ પાણી અને હળદર ફાયદાકારક છે. જો તમને સતત સોજા રહેતા હોય તો હળદર વાળું પાણી પીવાથી સોજા દૂર થઈ જશે. હળદરમાં કારકુમીન નામનું તત્ત્વ હોય છે જે શરીરના દુખાવામાં પણ રાહત આપે છે. ક્યારેક ઉતાવળે ચાલવાથી કે દોડવાથી પડી જવાના કારણે ઘા કે ઇજા થાય તો હળદરને ગરમ પાણીમાં પલાળીને તેનો લેપ બનાવીને ઘા પર લગાવવાથી ઘા રુઝાય છે. હળદર શ્રેષ્ઠ એન્ટિ બાયોટિક ગણાય છે તેથી ઘાનો શરીરના અન્ય ભાગ પર ચેપ પણ લાગતો નથી.

ડાયાબીટિસ

વ્યક્તિના શરીરમાં શર્કરા (શુગર)ના પ્રમાણની વધ-ઘટના કારણે ડાયાબીટિસ થાય છે. હળદર ડાયાબીટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબીટિસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ બાદ હળદરનું યોગ્ય સેવન કરવું જોઈએ. ડાયાબીટિસના દર્દીઓને કોઈ ઘા થાય તો તે રુઝાતા વાર લાગે છે. આ દર્દીઓએ ઘા પર હળદર લગાવવી જોઈએ જેથી ઘા જલદીથી રુઝાય છે. ડાયાબીટિસના દર્દીઓએ રોજ ,વારે હળદર વાળા હુંફાળા પાણીનું સેવન પણ કરવું જોઈએ.

હળદર વાળા પાણીથી વજન ઘટાડો

અમુક લોકો મેદસ્વીપણાથી પરેશાન થતા હોય છે. તો એવા લોકો રોજ સવારે ગરમ પાણી સાથે હળદરનું સેવન કરે તો વજન ઘટી શકે છે.

કેન્સરમાં હળદર રામબાણ ઈલાજ

કેન્સર જેવા ભયાનક રોગમાં પણ હળદર ખૂબ ગુણકારી છે. જો ખાલી પેટે હળદરનું સેવન કરવામાં આવે તો શરીરને અંદરથી સાફ રાખે છે. હળદરની ગોળીઓમાં લીમડાના રસને ભેળવીને સેવન કરવાથી શરીરમાંથી કેન્સરની કોશિકાઓ નાશ પામે છે. શરીરમાંના કોઈ પણ સડાને વધતું હળદર દ્વારા અટકાવી શકાય છે.

શ્વાસની સમસ્યા

જો તમને કફ જામવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો હળદરને દૂધ સાથે ભેળવીને તેનું સેવન કરવાથી આ રોગને મૂળમાંથી દૂર કરી શકાય છે.

નોંધઃ

સામાન્ય પણે હળદરનો ઉપયોગ તમામ લોકો કરી શકે છે, પરંતુ ગર્ભવતી મહિલાઓ, જામરના દર્દીઓએ અને ગેસની સમસ્યાથી પીડિતોએ તબીબોની સલાહ બાદ જ હળદરનું સેવન કરવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments